બસ આજ જોવાનું બાકી હતું, વાયરલ થવા માટે અર્થી પર મડદાની જેમ સુઈ જઈને વ્યક્તિ પીવા લાગ્યો સિગારેટ, વીડિયો જોઈને લોકો એવા બગડ્યા કે.. તમે પણ જુઓ

મોત સાથે પણ આવો મજાક ? આ મિત્રોએ ભેગા થઈને કર્યું એવું કે લોકો પણ કેહવા લાગ્યા.. “વાયરલ થવા માટે મોતનો પણ મજાક ઉડાવે છે આજની પેઢી”

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ઘણા બધા લોકો એવા એવા કામ પણ કરે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક એવી ઘટના જોવા મળી રહી છે કે તેને જોઈને તમે પણ તમારું માથું પકડી લેશો અને તમને પણ ગુસ્સો આવી જશે.

જરા કલ્પના કરો કે જ્યારે કોઈનું નિધન થાય છે ત્યારે તેની અંતિમ વિદાયમાં તેની અર્થી સજાવવામાં આવે છે. આવા સમયે તેના ઘરમાં પણ રડવાનો આક્રંદ ચાલતો હોય છે. દરેક વ્યક્તિ અસ્વસ્થ હોય છે. આવી સ્થિતિમાં જરા વિચારો કે જેનું શબ અર્થી પર શણગારેલું હોય અને તેને કોઈ આવીને સિગારેટ પીવડાવે તો લોકોની પ્રતિક્રિયા કેવી હોય ?

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક માણસ શણગારેલી અર્થી પર સૂતો છે. ત્યારે જ તેની પાસે ઉભેલો યુવક તેના મોઢા પાસે સિગારેટ લાવે છે, પછી અર્થી પર સૂતેલો વ્યક્તિ તરત જ શ્વાસ લેવાનું શરૂ કરે છે અને પછી ધુમાડો બહાર કાઢે છે. આ નજારો જોઈને ઘણા લોકોને હસવું આવી જાય છે તો ઘણા લોકો ગુસ્સે પણ થઇ જાય છે.

આ વીડિયો હકીકતમાં કોઈના મોતનો નથી પરંતુ વાયરલ થવાના ચક્કરમાં શૂટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે મોત સાથે પણ આવો મજાક શું કામ ? તો કોઈ એમ પણ કહેતું જોવા મળી રહ્યું છે કે વાયરલ થવા માટે લોકો ગમે તે કરી શકે છે.

Niraj Patel