દેશભરમા અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો રોડ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય તો છે તો ઘણા લોકોના જીવ પણ આવા અકસ્માતમાં ચાલ્યા જતા હોય છે. ત્યારે હાલ ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી ઋષભ પંતને પણ અકસ્માત નડ્યો છે અને આ અકસ્માત કેટલો ગંભીર હતો તે તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે.
નવી દિલ્હીથી ઉત્તરાખંડના રૂરકી જઈ રહેલી ઋષભ પંતની મર્સિડીઝ કાર આજે સવારે 5:15 વાગ્યે નરસન બોર્ડર પર રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. સદનસીબે, પસાર થતા લોકોએ વિન્ડ સ્ક્રીન તોડીને પંતને કારમાંથી બહાર કાઢ્યો હતો. તે સમયે તેઓ કારમાં એકલા હતા.
ઈજાગ્રસ્ત ક્રિકેટરને તાકીદે રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે ક્રિકેટરના શરીરમાં વધારે ઈજા નથી, પરંતુ એક પગમાં ફ્રેક્ચર થવાની સંભાવના છે. હવે તેને વધુ સારી સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે.
ઋષભ પંતે જણાવ્યું કે વહેલી સવારે કાર ચલાવતી વખતે તેને ઝોકું આવી ગયું અને સેકન્ડોમાં જ કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ પાસેથી અકસ્માતમાં ઘાયલ ક્રિકેટર ઋષભ પંત વિશે માહિતી લીધી છે. આ સાથે તેમની સારવાર માટે શક્ય તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
ફેમસ ક્રિકેટર દિલ્હી નજીક રુડકીના નારસન બોર્ડર પરથી હમ્મદપુર ઝાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આ લક્ઝુરિયસ ગાડીનો અચાનક જ ધડાકાભેર અકસ્માત થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર સાથે સૌથી પહેલા ભટકાઈ હતી અને ત્યાર બાદ રેલિંગ તોડીને કાર ઉછળી સામેની તરફ જઈ પડી હતી.
એક વીડિયો અનુસાર કાર પહેલા રેલિંગ સાથે ટકરાયા અને પછી ઉછળીને સીધા લાઈટના એક થાંભલા સાથે ભટકાઈ છે. ત્યારબાદ હવામાં જ લક્ઝુરિયસ કાર હવામાં ફંગોળાઈને સામેની સાઈડ રોડ પર જઈ પડી હતી. અહીં પણ કાર સામેની રેલિંગ સાથે અથડાઈ હતી અને પછી 100થી 150 કિમી જેટલી ઘસડાઈ હતી. આ દુર્ઘટનાના કારણે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેમસ ક્રિકેટર ઋષભ પંત મર્સિડિઝ બેન્ઝ GL ગાડી ચલાવી રહ્યો હતો. આ ગાડીમાં તે એકલો જ સવાર હતો અને તેની મર્સિડિઝ સૌથી પહેલા ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી. આને લીધે કરીએક્ટરના પગમાં ફેક્ચર થઈ ગયું હતું. પ્રાપ્ત હેવાલ મુજબ આ અકસ્માતમાં પંતને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
તેમજ પીઠના ભાગે પણ તેને ગંભીર ઈજાઓ થઈ છે. અહેવાલ મળી રહ્યા છે કે પંતની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ ખતરનાક અકસ્માત આજે શુક્રવારે વહેલી સવારે રૂડકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં થઇ હતી.
ત્યાં રહેતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. હવે રિષભ પંતને અહીંથી દેહરાદૂન મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્સ્ટ મુજબ ક્રિકેટર રિષભ પંતે જણાવ્યું કે તે પોતે ગાડી ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કેરેટ કરતા અચાનક તેને ઊંઘ આવવા આવી અને આ જ કારણ હતું કે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આ ઘટના થઇ. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.
ડોક્ટરોના કહેવા મુજબ, ક્રિકેટર રિષભની હાલત સ્થિર છે. આ ઘટનામાં રિષભને ગંભીર ઈજા થઈ છે. તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટર રિષભ પંત કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ. ઉત્તરાખંડના DG અશોક કુમારએ કહ્યા મુજબ, ક્રિકેટર પંત કાર ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. જયારે આ ઘટના થઇ ત્યારે પંત કારમાં એકલો હતો.
भारतीय क्रिकेटर ऋषभ पंतच्या कारला भीषण अपघात, डोक्याला जबर जखम झाल्याची माहिती. BMW कार जळून खाक..
# rishabhpant #rishabhpantcaraccident #IndianCricket #News18Lokmat pic.twitter.com/o9PRWC0yfQ— News18Lokmat (@News18lokmat) December 30, 2022
CCTV :