એક પ્રેમ આવો પણ ! અન્નુને દિલ આપી બેઠી સંજુ, પછી જાતિ, ધર્મ અને લિંગના બંધનો તોડીને આ સમલૈંગિક જોડાએ કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

ઇન્સ્ટાગ્રામ પર અન્નુની મુલાકાત થઇ સંજુ સાથે… વાતો વાતોમાં આપી બેઠી દિલ…પહેલી મુલાકાતમાં જ કરી દીધું પ્રપોઝ.. જુઓ તસવીરો

આજકાલ સોશિયલ મીડિયામાં એવી ઘણી પ્રેમ કહાનીઓ સામે  આવતી હોય છે જેને કારણે ચર્ચાનો માહોલ પણ ગરમાતો હોય છે. ઘણી પ્રેમ કહાનીઓ એવી હોય છે જેમાં નાત જાતના બંધનો તો દૂર પણ લિંગના બંધનો પણ લોકો તોડી નાખતા હોય છે અને એકબીજાના નામે પોતાનું જીવન કરી દેતા હોય છે.

સોશિયલ મીડિયામાં ઘણા સમલૈંગિક જોડાઓએ લગ્ન કર્યાની ખબર તમે સાંભળી હશે જેમાં બે છોકરાઓ અથવા તો બે છોકરીઓ એકબીજાના પ્રેમમાં પાડીને એક બીજા સાથે જ લગ્ન કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર મળેલી બે યુવતીઓને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો અને પછી લગ્ન પણ કરી લીધા.

આ બંને છોકરીઓ યુટ્યુબ પર તેમના રોજિંદા જીવનના વીડિયો શેર કરતી રહે છે. તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. તેમના માતા-પિતાએ પણ તેમના સંબંધોને સમર્થન આપ્યું છે. આ કપલમાં એક છોકરીનું નામ સંજુ રસ્તોગી છે. સંજુ ઉત્તર પ્રદેશના રામપુરની રહેવાસી છે. તે 21 વર્ષની છે. જ્યારે તેના પાર્ટનરનું નામ અન્નુ ડે છે. 31 વર્ષની અન્નુ મૂળ પશ્ચિમ બંગાળની છે. અન્નુ સંજુને પતિ કહે છે અને તેનું નામ ટોમબોય પણ રાખ્યું છે.

સંજુની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેના 35 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. આ ઉપરાંત 20 હજારથી વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. સંજુએ એક વીડિયોમાં પોતાની લવ સ્ટોરી શેર કરી છે. તે જાન્યુઆરી 2021માં અન્નુને મળી હતી. તેઓ પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા.

અન્નુ કહે છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર સંજુનો ફોટો જોયો હતો. સંજુ તેના એક મિત્રની કોમન ફ્રેન્ડ હતી. અન્નુએ પોતે મિત્રતા માટે સંજુનો સંપર્ક કર્યો હતો. પરંતુ શરુઆતમાં સંજુએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. જોકે, પછીથી વાતચીત શરૂ થઈ અને તેઓ પહેલીવાર દિલ્હીમાં મળ્યા. આ મીટિંગના એક દિવસ પછી અન્નુ રામપુરમાં સંજુના ઘરે પહોંચી. અહીં જ સંજુએ આખરે અન્નુને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ પછી બંને સાથે રહેવા લાગ્યા.

ભલે તેણે જાહેરમાં લગ્ન સમારોહનું આયોજન કર્યું ન હતું પરંતુ તેના વિડિયોમાં સંજુ કહે છે કે ટૂંક સમયમાં તે અન્નુ સાથે ધામધૂમથી લગ્ન કરશે. તેઓ છેલ્લા અઢી વર્ષથી સાથે રહે છે. એક વીડિયોમાં સંજુએ તેની માતા સામે પણ આ વાત કહી છે. વીડિયોમાં સંજુ તેની માતાને પૂછે છે – મારા સંબંધો વિશે શું કહેવું? આ અંગે માતા કહે છે કે શરૂઆતમાં જ્યારે તેને ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શ્વાસ થંભી ગયો હતો. પણ હવે મારી ખુશી મારી દીકરીની ખુશીમાં જ છે.

જોકે, તેમને સંબંધીઓ અને પડોશીઓના ટોણા સાંભળવા પડે છે. પણ હવે તે ખુલ્લેઆમ કહે છે- હા, મારી દીકરીએ એક છોકરી સાથે લગ્ન કર્યા છે, તો શું? સંજુની માતાની સાથે તેના ભાઈએ પણ આ સંબંધનો સ્વીકાર કર્યો છે. વીડિયોમાં સંજુના ભાઈએ કહ્યું કે જ્યારે લોકો પૂછે છે ત્યારે હું સ્પષ્ટપણે કહું છું – તે (સંજુ) જે ઈચ્છે છે તે કરી રહી છે અને તે ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel