ખબર

અરે બાપ રે…. લગ્નની વર્ષગાંઠ ઉપર પતિએ પત્નીને ભેટમાં આપી ચાંદ ઉપર 3 એકર જમીન, હવે થઇ રહી છે ચર્ચા

પ્રેમમાં પ્રેમીઓને આપણે ચાંદ તારા તોડી લાવવાના વચનો આપતા સાંભળ્યા છે, પરંતુ હકીકતમાં કોઈ એવું કરતું નથી, બસ આ એક ખાલી વાત બનીને રહી જાય છે, પરંતુ હાલ એક ખબર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં પતિએ પોતાની પત્નીને લગ્નની વર્ષગાંઠ નિમિત્તિ ચંદ્ર ઉપર 3 એકડ જમીન ખરીદીને ભેટમાં આપી છે.

Image Source

રાજસ્થાનમાં અજમેરના એક બિઝનેસમેન ધર્મેન્દ્ર અનિજાએ ચંદ્ર ઉપર જમીન ખરીદવાનું સપનું સાકાર કર્યું છે, તેમને 24 ડિસેમ્બરના રોજ લગ્નની આઠમી વર્ષગાંઠ નિમિત્તે પોતાની પત્નીને ચંદ્ર ઉપર જમીન ખરીદીને ભેટમાં આપી છે.

Image Source

બીબીસી સાથે વાત કરવા દરમિયાન તેમને જણાવ્યું હતું કે, “મેં એક વર્ષ પહેલા જ નક્કી કરી લીધું હતું કે લગ્નની આવતી વર્ષગાંઠ નિમિત્તે પત્નીને ચાંદ ઉપર જમીન ભેટમાં આપીશ. આ સરપ્રાઈઝ આપવી એટલી સરળ નહોતી. ઘણા પડાવોને પાર કરીને સપના માટે ચાંદ ઉપર જમીન ખરીદવાનું સપનું પૂરું થયું. ચંદ્ર ઉપર જમીન ખરીદવું સરળ નથી, જો સરળ હોતું તો કોઈપણ ખરીદી શકતું.”

Image Source

ધર્મેન્દ્ર અનિજાની પત્ની સપનાનું કહેવું છે કે, “ભેટની અંદર ચાંદ ઉપર જમીનની સરપ્રાઈઝથી એટલી ખુશ થઇ કે ઘણીવાર તો રડવું પણ આવી ગયું. કદાચ હું દુનિયાની સૌથી ભાગ્યશાળી મહિલા છું. જેને આવી ભેટ મળી છે.”

Image Source

તેને આગળ જણાવ્યું હતું કે, “કાર્યક્રમની અંદર જયારે મને પૂછવામાં આવ્યું કે અંદાજો લગાવો કે શું સરપ્રાઈઝ હશે ત્યારે મને લાગ્યું કે કોઈ ગાડી, જવેલરી કે કંઈક ખાસ હશે. પરંતુ ચંદ્ર ઉપર જમીનનો આટલો મોટો ટુકડો હશે તે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું.”

Image Source

સપનાના નામ ઉપર ચંદ્ર ઉપર 14I3 નોર્થ લૈટીટ્યુડ 5I6 ઇસ્ટ લોંગીટ્યુડ, લેફ્ટ 20 પાર્સલ્સ 377, 378 અને 379 પર ત્રણ એકડ જમીન ખરીદવામાં આવી છે. ધર્મેન્દ્ર અને સપના કોલેજમાં સાથે જ ભણતા હતા. ધર્મેન્દ્ર બ્રાઝિલની અંદર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. છેલ્લા 10 મહિનાથી તે અજમેરમાં જ પોતાના પરિવાર સાથે રહે છે.