આ વ્યક્તિએ કર્યું લોકોના કાળજા કંપાવી દે તેવું કામ, બિલ્ડિંગના 12માં માળની રેલિંગ ઉપર ચઢીને કરવા લાગ્યો કસરત અને પછી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. થોડા દિવસ પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બિલ્ડીંગના 9માં માળે કપડાં પડી જતા એક માતાએ પોતાના બાળકને 10માં માળેથી લેવા માટે લટકાવ્યો હતો. જેના બાદ હાલ એક કાકાનો કસરત કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયો સામે આવ્યો છે દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદથી. જેમાં એક વ્યક્તિ 12મા માળે તેના ફ્લેટની રેલિંગ પર લટકીને કસરત કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો ફરીદાબાદના સેક્ટર-82માં આવેલી ગ્રાન્ડુરા સોસાયટીનો છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રેલિંગથી લટકીને આશ્ચર્યજનક કસરત કરતો જોવા મળી રહ્યો છે. તેને આમ કરતા જોઈને એક વ્યક્તિએ સામેની બિલ્ડીંગમાંથી એક વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે થોડીવારમાં એક્સરસાઇઝ પૂરી કર્યા બાદ તે વ્યક્તિ પણ બાલ્કનીની અંદર આવતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને જે કોઈ પણ ચોંકી જાય છે. લોકો આ વિચારમાં છે કે આવું કોઈ કેવી રીતે કરી શકે. ઘણા લોકો વીડિયોમાં પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા લોકોને આ ઘટના હેરાન કરી દેનારી લાગી રહી છે, તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે જો સહેજ ભૂલ થઇ જતી તો તેનો જીવ પણ જઈ શકતો હતો.

Niraj Patel