ગુજરાતી ગાયકો તેમના સુમધુર અવાજના કારણે દુનિયાભરમાં જાણીતા બની ગયા છે, ઘણા એવા મોટા ગુજરાતી ગાયકો છે જે આજે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવતા હોય છે અને દર્શકોને મન મૂકીને ઝુમાવતા હોય છે, ગીતાબેન રબારી પણ આમાંથી જ એક છે.
લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમને પોતાની સુમધુર ગાયિકથી ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ અને દુનિયામાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. ગીતાબેન રબારી કચ્છી કોયલના હુલામણા નામથી પણ જાણિતા છે. તેમના કાર્યક્રમો જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
ગીતાબેન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે. ગુજરાત ઉપરાંત તેમના કાર્યક્રમો દેશ અને વિદેશમાં પણ હોય છે, જ્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ગીતાબેન રબારી હાલમાં વર્લ્ડ ટુર પર છે.
તેઓએ યુગાન્ડા અને કતાર જતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ જીન્સ-ટોપમાં જોવા મળ્યા હતા. જો કે, આ તસવીરોમાં તેમણે કેરી કરેલ ગોલ્ડન પર્સે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ ગોલ્ડન પર્સની પ્રાઇસ ઓનલાઇન વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પ્રમાણે $6,000 એટલે કે 5 લાખથી પણ વધુ છે. જો કે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.
View this post on Instagram