ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડની આ અભિનેત્રી ઉપર થયો જીવલેણ હુમલો, ઉપરા ઉપરી માર્યા ચાકુના ઘા, અંબાણી હોસ્પિટલમાં દાખલ

ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ આ અભિનેત્રી, ચાહકો ઊંડા શોકમાં

બોલીવુડની ઘણી જ હિન્દી ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનય કરી ચુકેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે . હુમલા બાદ માલવીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Malvi Malhotra (@malvimalhotra) on

ગઈ રાત્રે જ માલવી મલ્હોત્રાના એક જુના મિત્રએ જ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના મિત્રએ તેના શરીર ઉપર ઉપરા ઉપરી ચાકુથી ત્રણ ઘા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malvi Malhotra (@malvimalhotra) on

આ મામલાને લઈને હવે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે હાલમાં, સારવાર બાદ અભિનેત્રીની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malvi Malhotra (@malvimalhotra) on

હુમલો કરનાર આરોપી યોગેશ સાથે માલવીની ફેસબુક દ્વારા મિત્રતા થઇ હતી. એવી પણ આશંકા રાખવામાં આવી રહી છે કે એક તરફી પ્રેમમાં આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. જો કે હાલમાં પોલીસે તેના વિશે કઈ જણાવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Malvi Malhotra (@malvimalhotra) on

માલવીએ ફરિયાદમાં જણાવ્યું છે કે: “આરોપી યોગેશ મહિપાલ સાથે તેની મિત્રતા ફેસબુક દ્વારા થઇ હતી. તે કામ અંતર્ગત તેને એક જ વાર કેફે કોફી ડેમાં મળી હતી. સોમવારની રાત્રે તે જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે યોગેશ પોતાની ઓડી કારમાં બહાર ઉભો હતો. અને માલવીને રસ્તા વચ્ચે રોકવા લાગ્યો અને જયારે તેને તેનો વિરોધ કર્યો ત્યારે તેના ઉપર ચાકુથી હુમલો કરી અને ફરાર થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Malvi Malhotra (@malvimalhotra) on

માલવી મલ્હોત્રા તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની સાથે તેને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને કલર્સ ઉપર આવતા ઉડાન શોની અંદર પણ કામ કર્યું છે. માલવી ડીએવી સીપીએસ સ્કૂલ મંડીની વિધાર્થીની રહી છે. આ ઉપરાંત તેને 6 મહિનાનો અભિનયનો કોર્સ પણ મુંબઈમાંથી કર્યો છે. માલવીને કવિતાઓ લખવાનો પણ શોખ છે.