બની IPL ઇતિહાસની પહેલી મહિલા ઓક્શનર…કોણ છે મલ્લિકા સાગર? જાણો

IPL ઇતિહાસની પહેલી મહિલા ઓક્શનર બની: પૂર્વ હરાજી કરનારે આશીર્વાદ આપતા કહ્યું- ખૂબ સન્માનની વાત…

Who is Mallika Sagar: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)નું ઓક્શન થઇ રહ્યુ છે. ભારતીય સમય અનુસાર આ ઓક્શન 19 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે શરૂ થયુ, દુબઈ (IPL ઓક્શન 2024)માં 333 ખેલાડીઓ પર બોલી લાગશે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે દેશની બહાર ઓક્શન થઈ રહ્યુ છે. ખેલાડીઓની યાદીમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

IPL ઇતિહાસની પહેલી મહિલા ઓક્શનર

આ ઓક્શનમાં જો એક નામ કે જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે તો તે છે મલ્લિકા સાગર. આ વખતે તે ઓક્શનરની ભૂમિકામાં જોવા મળશે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે આઈપીએલમાં કોઈ મહિલા ઓક્શનર તરીકે જોવા મળી રહી છે. આ મિની ઓક્શનમાં મલ્લિકા હ્યુ એડમીડ્સનું સ્થાન લેશે.

કોણ છે મલ્લિકા સાગર

આ દરમિયાન IPLની 10 સીઝનમાં હરાજી કરનાર રિચર્ડ મેડલીએ મલ્લિકા સાગરને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા છે. ત્યારે હવે લોકોના મનમાં સવાલ એ છે કે કોણ છે મલ્લિકા સાગર ? જણાવી દઇએ કે, મલ્લિકા સાગરે અમેરિકાની બ્રાયન માવર કોલેજમાંથી કલા અને ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. 48 વર્ષની મલ્લિકાને ઓક્શનર તરીકે લગભગ 23 વર્ષનો અનુભવ છે.

વુમન્સ પ્રીમિયર લીગની ઓક્શનર છે મલ્લિકા

મલ્લિકાએ 2001માં બ્રિટિશ ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝમાં ઓક્શનર તરીકે શરૂઆત કરી હતી. તે આમ કરનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા પણ બની હતી. આ સિવાય મલ્લિકા વુમન્સ પ્રીમિયર લીગની ઓક્શનર પણ છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ મલ્લિકા મહિલા પ્રીમિયર લીગ 2023 માટે ઓક્શનરની ભૂમિકામાં જોવા મળી હતી. WPL 2023 સફળ ઓક્શન બાદ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર દિનેશ કાર્તિકે મલ્લિકા સાગરના કામની પ્રશંસા કરી હતી.

પ્રો કબડ્ડી લીગની ઓક્શનરની ભૂમિકામાં પણ મળી છે જોવા

આ સિવાય મલ્લિકા પ્રો કબડ્ડી લીગની ઓક્શનરની ભૂમિકામાં પણ જોવા મળી છે. જણાવી દઇએ કે, મલ્લિકા સાગરે IPLમાં ચારુ શર્માનું સ્થાન લીધું છે. આ પહેલા હ્યુ એડમ્સ જ્યારે IPL 2023માં ઓક્શન દરમિયાન બેભાન થઈ ગયા હતા ત્યારે થોડા સમય માટે હરાજી અટકાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ સમયે ચારુ શર્માએ ઓક્શનની પ્રક્રિયાને આગળ ધપાવી હતી.

Shah Jina