અર્જુન કપૂર આ દિવસોમાં તેની લેડી લવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં ક્વોલિટી સમય વીતાવી રહ્યો છે. અહીંથી બંને પોસ્ટ શેર કરી ચાહકોને સતત અપડેટ આપી રહ્યા છે. અર્જુન કપૂરે હાલમાં જ તેનો 37મો જન્મદિવસ મનાવ્યો. આ ખાસ અવસર પર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી. આ દરમિયાન તેણે જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી.
તસવીરોમાં અર્જુન કપૂર બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. ત્યાં, મલાઈકા પોતાના હાથથી અર્જુનને કેક ખવડાવતી જોવા મળી હતી. અર્જુન કપૂર કેક ખાધા પછી આંખ પણ મીંચી રહ્યો હતો. મલાઈકા અરોરાએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારા પ્રેમને શુભેચ્છા, તમારી બધી ઈચ્છાઓ અને સપના સાકાર થાય. હેપ્પી બર્થ ડે અર્જુન. ત્યારે જન્મદિવસ બાદ અર્જુને એક મજેદાક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેની સેલ્ફી અને મલાઈકાનો એક વીડિયો છે.
પરંતુ લોકોને ફોટા અને વીડિયોમાં એક વસ્તુ ખૂબ જ સામાન્ય લાગી અને એ છે કપલના કપડા. જેના વિશે ખુદ અર્જુને પણ એક ખૂબ જ રસપ્રદ વાત જણાવી છે. અર્જુને ઈન્સ્ટાગ્રામ પર બ્લુ હુડી પહેરેલી પોતાની એક તસવીર શેર કરી હતી અને પછી તે જ હૂડી પહેરેલી મલાઈકા પેરિસના રસ્તાઓ પર જોવા મળી હતી. પોસ્ટ શેર કરતા અર્જુને કેપ્શનમાં લખ્યું, “His by day…
Hers by night…#JumpersSharingScarring.”
મલાઈકા અર્જુન કપૂરની આ વીડિયો પોસ્ટ પર હસી પડી અને તેણે કમેન્ટ કરતા લખ્યું,’હાહાહાહા કેચ’ આ સાથે તેણે રેડ હાર્ટ ઇમોજી પણ મૂક્યુ હતુ. મલાઈકા ઉપરાંત ફેન્સ અને બોલિવૂડ સ્ટાર્સે પણ કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર થોડી જ વારમાં 40 હજારથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી હતી. જણાવી દઇએ કે, લગભગ છેલ્લા 4-5 વર્ષથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે.
View this post on Instagram
ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અર્જુનના ખાસ મિત્ર વરુણ ધવને કહ્યું હતું કે અર્જુન કપૂર લગ્ન માટે તૈયાર છે. એવા પણ અહેવાલ છે કે કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.જો કે, આ વિશે હજી સુધી અર્જુન અને મલાઇકાએ કોઇ નિવેદન આપ્યુ નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય અર્જુન કપૂર પાસે બીજી પણ કેટલીક ફિલ્મ છે.