જીમથી આવ્યા બાદ મલાઇકાએ એવી ગજબ રીતે ચાલી કે ટ્રોલર્સ બોલ્યા- બિચારીની મજબૂરી છે…જુઓ વીડિયો
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા કંઇ પણ કરે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જ જાય છે. મલાઇકા અરોરાનો હાલ લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ ચાહકો ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. મલાઇકા બ્લેક ક્રોપ ટોપ અને ટાઇટ પેન્ટ્સમાં જોવા મળી હતી અને તેણે આ સાથે કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ. આ લુક સાથે તેણે વાળને બનમાં બાંધી રાખ્યા હતા.
વીડિયોમાં જોઇએ તો, મલાઇકા તેની ગાડીથી ઉતરી બિલ્ડિંગના ગેટની અંદર જાય છે. આ દરમિયાન તેણે ઓલ બ્લેક આઉટફિટ કેરી કર્યો હોય છે. મલાઇકા જેવી રીતે વોક કરે છે તે જોઇ વધારે લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, મલાઇકા પોઝ આપ્યા બાદ અજીબ અને ફની રીતે ચાલે છે. વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ રીતની કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ કે, આવી રીતે કોણ ચાલે ભાઇ. તો અન્ય એક યુઝરે લખ્યુ કે, કેમેરો જોઇ બિચારીને મજબૂરીમાં આવી રીતે ચાલવુ પડે છે. એક બીજા યુઝરે લખ્યુ કે, આની વોક કેટલી ફની છે. આવી રીતે ઘણા લોકો મલાઇકાની વોક પર કમેન્ટ કરી રહ્યા છે. પરંતુુ કેટલાક લોકો તેના લુક અને ફિટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે.
આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, મલાઈકાએ તો ઇન્ડિયાઝ નેકસ્ટ સુપર મોડલ જજ કર્યું છે, તે આમ કેમ ચાલે છે. તો અન્ય એક યુઝરે લખ્યુ, ભાઈ આ કઈ રીત છે ચાલવાની. ત્યાં એકે તો એવું કહી દીધુ કે આન્ટી તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે કે શુ.
મલાઇકા અરોરા કયારેય તેના જીમ ક્લાસ કે યોગા મિસ નથી કરતી. મલાઇકા કોઇના કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા એ અભિનેત્રીઓમાંની એક છે જે જિમ જવાનું કદાચ જ મિસ કરતી હશે, 47 વર્ષની ઉંમરે પણ તે તેની ફિટનેસ માટે જાણિતી છે.
મલાઇકાએ તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી.
મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
View this post on Instagram