કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા, કરીના અને અમૃતાએ આપ્યા BFF ગોલ્સ, જુઓ તસવીર

48 વર્ષની મલાઈકાએ પાર્ટીમાં બધાનું ધ્યાન ખેંચી લીધું, બ્લેઝરની અંદર બ્રા દેખાય જાય તે રીતે સેટ કરેલું….જુઓ PHOTOS

બોલિવુડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે 25 મેના રોજ તેનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસરે ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમાં બોલિવુડની લગભગ તમામ હસ્તિઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર ખાન, મલાઇકા અરોરા અને અમૃતા અરોરાએ રંગ જમાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં સૈફ અલી ખાન પોતે કાર ડ્રાઇવ કરી પહોંચ્યા હતા. કરીના અને સૈફ બંને બાળકોને આ પાર્ટીમાં સાથે લાવ્યા ન હતા. આ પાર્ટીમાં કરીના અને મલાઇકા તેમજ અમૃતા અરોરાએ પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

કરીનાએ જ્યાં સિલ્વર શોર્ટ આઉટફિટ પહેર્યો હતો, ત્યાં મલાઇકાએ બ્રા અને શોર્ટ્સ સાથે બ્લેઝર કેરી કર્યુ હતુ. મલાઇકાએ તેની બેસ્ટી સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં ત્રણેયને પાર્ટીના આઉટફિટમાં જોઇ શકાય છે. ત્રણેય દરવાજા સામે એકસાથે ફોટો માટે પોઝ આપી રહ્યા છે. કરીના વચ્ચે છે જ્યારે મલાઇકા અને અમૃતા તેની આજુ બાજુમાં છે. અમૃતાએ પાર્ટી માટે શોર્ટ ડ્રેસ સાથે બ્લેક લોન્ગ બુટ્સ કેરી કર્યા હતા.

તસવીર શેર કરતા મલાઇકાએ લખ્યુ, ઠીક છે અમે જાણીએ છીએ કે એન્ટ્રી કેવી રીતે કરવાની છે જે બાદ તેણે અમૃતા અરોરા અને કરીના કપૂર ખાનને ટેગ પણ કરી હતી અને પછી લખ્યુ હતુ કે અને કરણ જોહર તમે નિશ્ચિત રૂપથી જાણો છો કે એક પાર્ટી કેવી રીતે આપવાની છે. તેણે છેલ્લે લખ્યુ હતુ કે, કરીશ્મા કપૂર તમે ખૂબ જ મિસ કરી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર ખાન તેના ઓટીટી ડેબ્યુ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર કામ કરી છે.

તે આની શુટિંગ માટે દાર્જિલિંગ ગઇ હતી પરંતુ કરણના જન્મદિવસની પાર્ટીને લઇને તે પરત ફરી હતી. તે આમિર ખાન સાથે તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રીલિઝની રાહ પણ જોઇ રહી છે. ત્યાં જ મલાઇકાની વાત કરીએ તો, તે હાલમાં તેના લગ્નને લઇને ચર્તામાં છે. છેલ્લા દિવસોમાં મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથેના તેના સંબંધને લઇને એક મોટુ નિવેદન આપ્યુ હતુ. આ નિવેદન બાદથી લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના છે.

જણાવી દઇએ કે, કરણ જોહરના બર્થ ડે બૈશમાં કરીના, મલાઇકા સહિત કિયારા અડવાણી, વરુણ ધવન, ગૌરી ખાન, અનુષ્કા શર્મા, હ્રતિક રોશન રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે, સુઝૈન ખાન રૂમર્ડ બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે તેમજ ટાઇગર શ્રોફ, શ્વેતા બચ્ચન, રણબીર કપૂર, નીતૂ કપૂર, વિજય દેવરકોંડા, રશ્મિકા મંદાના, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર, વિક્કી કૌશલ, કેટરીના કૈફ, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા.

Shah Jina