મેકઅપ વગર, ચપ્પલ અને ઢીલા ઢીલા કપડામાં ઘરમાંથી નીકળી મલાઈકા, હાલત જોઈને લોકોએ પૂછી નાખ્યો એક સવાલ

47 વર્ષના મલાઈકાનું ફિગર જોઈને આજકાલની જુવાન યુવતીઓ શરમાઈ જશે

બૉલીવુડની ફિટેન્સ ક્વિન મલાઈકા અરોરાની તસવીરો તો રોજ રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. દરરજો તે તેના સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થાય છે અને પેપરાજી તેની એક એક તસ્વીરને કેમેરામાં કેદ કરવા આતુર હોય છે. ખાસ કરીને મલાઈકા જિમની બહાર અને યોગા ક્લાસની બહાર સ્પોટ થતી જોવા મળે છે.

મલાઈકાના લુકના પણ ચાહકો દીવાના છે અને તેના જ કારણે તેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ વાયરલ બની જતી હોય છે. હાલ મલાઈકાની એવી જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, પરંતુ આ તસ્વીરોમાં મલાઈકાનો લુક થોડો અલગ જોવા મળી રહ્યો છે.

ગુરુવારની સવારમાં મલાઈકા તેના ડોગી કેસ્પરને ફેરવવા માટે બહાર નીકળી હતી, જે દરમિયાન ફોટોગ્રાફરે તેની કેટલીક તસવીરોને કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસ્વીરોમાં મલાઈકા નો મેકઅપ લુકની અંદર જોવા મળી હતી.

આ ઉપરાંત મલાઈકા ઘરની ચપ્પલ પહેરીને જ બહાર નીકળી હતી. તો આ દરમિયાન મલાઈકાએ ખુબ જ ઢીલા ઢીલા કપડાં પણ પહેર્યા હતા. તેની આવી હાલત જોઈને સોશિયલ મીડિયામાં લોકો અજીબો ગરીબ કોમેન્ટ કરી રહ્યા છે.

મલાઈકા અરોરાની સામે આવેલી તસવીર જોઈને એક વ્યક્તિએ પૂછી નાખ્યું કે “અર્જુનની નીકર પહેરીને નીકળી છે કે શું ?” તો બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, “હંમેશા કામ વાળી બાઈ કેમ બનીને રહે છે ?” આ ઉપરાંત પણ ઘણા લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

મલાઈકા અવાર નવાર આવા કપડાંની અંદર જોવ મળતી હોય છે જેના કારણે ચાહકો અજીબો કરીબ કોમેન્ટ કરતા પણ જોવા મળે છે. પરંતુ મલાઈકા ફેશનના મામલામાં પણ ખુબ જ આગળ છે. હાલ તો મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબધોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે.

Niraj Patel