‘બિગબોસ ઓટીટી પ્રીમિયર: ‘પરમ સુંદરી’ બનીને પહોંચી મલાઈકા અરોરા, લગાવ્યો ડાન્સનો તડકો

મલાઈકા અરોરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. ફિલ્મોમાં આઈટમ ગીત પર ડાન્સ કરવાથી લઈને રિયાલિટી શોમાં ગ્લેમરસ અને ડાન્સમાં તડકો લગાવ્યો છે. હવે મલાઈકા અરોરા ‘બિગબોસ’ ઓટીટીના પ્રીમિયરમાં નજર આવવા માટે તૈયાર છે.

‘બિગબોસ’ ઓટીટીની ધમાકેદાર શરૂઆત રવિવાર રાત્રે જ થઇ ગઈ હતી. ઘણા બધા કન્ટેસ્ટંટ આ વખતે શોમાં ભાગ લીધેલો છે. શોના પ્રીમિયર નાઈટ પર બધાના મોઢા ઉપરથી પડદો ઉઠી ગયો છે. કોઈકે તે દરમ્યાન ધમાકેદાર ડાન્સ કર્યો તો કોઈકે ગીત ગાયીને આગ લગાવી દીધી હતી. પરંતુ પારો તે વખતે વધી ગયો જયારે સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોરા સ્ટેજ પર આવી અને લોકોની ધડકન વધારી દીધી હતી.

મલાઈકા અરોરાએ તેના ડાન્સથી હોટનેસનો તડકો લગાવી દીધો હતો. સિલ્વર મેટાલિક સ્ટાઈલિશ સાડીમાં મલાઈકા અરોરા ખુબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી. વધારે મજા તો ત્યારે આવી જયારે મેલ કંટેસ્ટન્ટને જજ કર્યું કે તે રિયાલિટી શોમાં ભાગ લેવા માટે લાયક છે કે નહિ અને દરેક છોકરાઓએ તેને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી. પરંતુ હસીનાનું દિલ જીત્યું ‘તુમ બિન’ ફેમ રાકેશ બાપટે જેમણે મલાઈકાને ‘તુમ બિન; ફિલ્મનું રોમેન્ટિક ડાયલોગ બોલીને ખુશ કરી દીધી હતી.

‘બિગબોસ’ ઓટીટીની વાત કરીએ તો રવિવારથી શરુ થયેલ આ શો 6 અઠવાડિયા સુધી ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોનું મનોરંજન કરશે. ઓટીટી પર શોને સલમાન ખાન નહિ પરંતુ કરણ જોહર હોસ્ટ કરશે. 6 અઠવાડિયા પછી શો કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે જ્યાં આ શોને સલમાન ખાન આગળ વધારશે. વાત કરીએ ઓટીટી ‘બિગબોસ’ના કન્ટેસ્ટન્ટની તો આ વખતે નેહા ભસીન, રાકેશ બાપટ, શમિતા શેટ્ટી, મૂસ જટાના, મિલિંદ ગાબા,  ઊર્ફી જાવેદ, જીશાન ખાન, અક્ષરા સિંહ શોનો ભાગ બનેલ છે.

આમાંથી વધારે ઓળખીતા લોકો છે અને સોશિયલ મીડિયા પર તેમની સારી એવી ફેન ફોલોઇંગ પણ છે. વૂટ પર ‘બિગબોસ’ ઓટીટીને લાઈવ પણ જોઈ શકાય છે અને તેમજ દર રવિવારે કરણ જોહર આવશે. આ વખતે શોના ફોર્મેટમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Voot Select (@vootselect)

Patel Meet