ફિટનેસ ક્વીન મલાઇકા સવાર સવારમાં મુંબઇના રસ્તા ઉપર જોગિંગ કરવા નીકળી, જુઓ તેનો જોગિંગ લુક

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. મલાઇકા આ ઉંમરે પણ ઘણી ફિટ જોવા મળે છે. તેને અવાર-નવાર જિમ, યોગા ક્લાસ, ડાંસ ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા ઘણીવાર મુંબઇના રસ્તાઓ પર તેના PET સાથે પણ જોવા મળે છે. મલાઇકાને હાલમાં જ બાંદ્રામાં મોર્નિંગ વોક અને જોગિંગ કરતી સ્પોટ કરવામાં આવી હતી.

મલાઇકા તેના મિત્ર સાથેે બાંદ્રામાં દોડતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે માસ્ક કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા કોરોના સંક્રમિત થઇ ચૂકી છે અને તે જ કારણે તે તેની સુરક્ષાનું ધ્યાન રાખે છે.

મલાઇકાએ આ દરમિયાન તેના વાળને બાંધેલા હતા અને તેણે શોર્ટ્સ સાથે સ્નીકર્સ કેરી કર્યા હતા. મલાઇકાની જોગિંગની ઘણી બધી તસવીરો ત્યાં હાજર ફોટોગ્રાફરે ક્લિક કરી હતી.

મલાઇકા તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે ઘણો સમય જિમ, યોગા ક્લાસ અને ડાંસ ક્લાસમાં વિતાવે છે. તે અવાર-નવાર પેપરાજીના કેમેરામાં કેદ પણ થતી હોય છે અને પોઝ પણ આપતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

મલાઇકાએ હાલમાં થોડા સમય પહેલા જ એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં મલાઇકા અનુલોમ વિલોમ કરતી જોવા મળી રહી છે. તે તેને કરવાની રીત અને તેના ફાયદા પણ બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

તમને જણાવી દઇએ કે, હાલમાં જ મલાઇકા અરોરાને તેની ખાસ મિત્ર કરીના કપૂરના ઘરે સ્પોટ કરવામાં આવી હતી. કરીના કપૂરે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે તેને અને કરીનાને મળવા મલાઇકા કરીનાના ઘરે ગઇ હતી.

મલાઇકા તેની ખાસ મિત્ર કરીનાના ઘરે તેની બહેન અમૃતા અરોરા સાથે ગઇ હતી. ત્યાં તેની તસવીરો પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી હતી.

Shah Jina