મલાઇકા અરોરા પર આવી મોટી મુસીબત, પિતાની હાલત નાજુક, માતાને સહારો આપતી જોવા મળી એક્ટ્રેસ

મલાઇકા અરોરાના પિતા હોસ્પિટલમાં દાખલ, સીડી પર લડખડાતી માતાનો હાથ થામેલી જોવા મળી એક્ટ્રેસ

Malaika Arora Father Hospitalised: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘરેથી એક તણાવપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ અને મોડલ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તો આ પાછળનું કારણ સામે આવ્યુ નથી. મલાઇકાને મુંબઇની એક હોસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવી હતી, જ્યારે તે તેના પિતાને મળ્યા બાદ પોતાની માતા સાથે પરત ફરી રહી હતી. તાજેતરમાં, જ્યારે મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની હોસ્પિટલની બહાર જોવા મળી ત્યારે તેણે ચાહકોની ચિંતા વધારી દીધી.

તેના પિતા અનિલ અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર આ સમયે નહોતો જોવા મળ્યો. મલાઈકા અરોરાના પિતાને શા માટે દાખલ કરવામાં આવ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે મલાઈકાનો તેની માતા સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે. બહાર નીકળતી વખતે, મલાઈકા તેની માતાનો હાથ પકડીને તેમને ટેકો આપતી જોવા મળી હતી.

તેણે માતાને કારની અંદર જવા માટે પણ મદદ કરી રહી હતી, જે સાબિત કરે છે કે મલાઈકા તેના માતા-પિતા માટે કેટલી જવાબદાર છે. બાદમાં અભિનેત્રી પણ કારમાં બેસીને નીકળી ગઈ હતી. વીડિયોમાં, મલાઈકા અને તેની માતા બંને માસ્ક સાથે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. જો કે, તે થાકેલા દેખાતા હતા અને અભિનેત્રી તેના પિતાની તબિયતને લઈને ચિંતિત દેખાતી હતી. અંગત જીવનની વાત કરીએ તો, મલાઈકા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

જ્યારથી તેઓએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા છે ત્યારથી બંને એકબીજા વિશે વાત કરતા અને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મલે છે. મલાઈકાએ પહેલા લગ્ન અરબાઝ ખાન સાથે કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી આ કપલ અલગ થઈ ગયું. બંનેને એક દીકરો અરહાન ખાન પણ છે. ઘણીવાર બંને દીકરા સાથે જોવા મળે છે. અભિનેત્રીઓની વાત કરીએ તો, મલાઈકા ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, પછી તે પાર્ટીનો ચાર્મ હોય કે બીજું કોઇ. મલાઈકા લગભગ એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina