વ્હાઇટ ટોપ અને પિંક ટ્રાઉઝરમાં મિત્રો સાથે રેસ્ટોરન્ટ બહાર જોવા મળી રવિના ટંડનની દીકરી રાશા, લાગી એકદમ ફટાકડી
રવિના ટંડનની 18 વર્ષની દીકરી રાશા થડાની આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ રાશા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રાશા તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન તે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. રાશા પિંક ટ્રાઉઝર-વ્હાઈટ ટોપમાં જોવા મળી હતી. તેણે આ સાથે બ્રાઉન હેન્ડબેગ કેરી કરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ લુકમાં તે ઘણી ગોર્જિયસ લાગી રહી હતી. રાશા પેપરાજી સાથે વાત કરતી અને પોઝ આપતી પણ વીડિયોમાં જોઇ શકાય છે. રાશાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સો ક્યૂટ’. બીજા એક યુઝરે લખ્યું, ‘તે ખૂબ જ સુંદર છે’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તે તમામ સ્ટાર કિડ્સમાં સૌથી સુંદર છોકરી છે’. જણાવી દઇએ કે, રાશા થડાનીએ તાજેતરમાં જ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
સ્નાતક થયા પછી તરત જ, રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ડિરેક્ટર અભિષેક કપૂર આ નવી જોડીને લોન્ચ કરવા જઈ રહ્યા છે. અભિષેકે આ પહેલા સારા અલી ખાનને સુશાંત સિંહ રાજપૂત સાથે કેદારનાથમાં લોન્ચ કરી હતી. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગન અને ડાયના પેન્ટી પણ જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થશે.રાશા થડાની થોડા સમય પહેલા અભિષેક કપૂર સાથે લંચ કરતી પણ જોવા મળી હતી. બાદમાં તે ડાયરેક્ટરની ઓફિસમાંથી બહાર નીકળતી પણ જોવા મળી હતી. હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે રાશા ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મથી ડેબ્યૂ કરશે.
રાશા થડાનીની ડેબ્યુ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ છે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જો કે ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રિલીઝ ડેટ આવી ગઈ છે. તે 9 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. હવે જોવાનું એ રહેશે કે રાશા જ્યારે ફિલ્મોમાં આવશે ત્યારે તે કેવો ધમાકો કરે છે. રાશા પહેલાથી જ પેપરાજીઓમાં હિટ બની ગઈ છે. રાશાએ તેના ડેબ્યુ પહેલા જ એક વિશાળ ચાહક આધાર બનાવી લીધો છે. એક અદ્ભુત ડાન્સર અને સિંગર હોવા ઉપરાંત, રાશા અભિનયમાં પોતાને કેટલી સારી રીતે સાબિત કરી શકે છે તે જોવાનું રહે છે.
View this post on Instagram