અમેરિકામાં પણ માનવતા મહેકાવી રહ્યા છે નીતિન જાની, રસ્તા પર મૃત હાલતમાં મળી ગર્ભવતી માદા હરણ, પછી કર્યું એવું કામ કે જોઈને કરશો સલામ, જુઓ વીડિયો

ખજુરભાઈએ અમેરિકામાં પણ કર્યું ઉમદા કામ, પ્રાણીઓ માટે પણ આવી નિઃસ્વાર્થ ભાવના જોઈને કાયલ થયા ચાહકો, જુઓ વીડિયો

Nitin Jani buried a dead deer in America : નીતિન જાની આજે ગુજરાતનું એક ખુબ જ મોટું નામ બની ગયા છે. તેમને લોકો ગરીબોના મસીહા તરીકે પણ ઓળખે છે, આ ઉપરાંત નીતિનભાઈએ ખજુરભાઈ તરીકે કોમેડી કરીને પણ સૌના દિલ જીતી લીધા હતા. ત્યારે નીતિનભાઈ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. તેમના સોશિયલ મીડિયામાં પણ 25 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.

અમેરિકાના પ્રવાસે ગયા ખજુરભાઈ :

હાલ ખજુરભાઈ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકામાંથી પણ ચાહકો સાથે જોડાયેલા રહે છે અને પોતાના વીડિયોને પણ શેર કરતા રહે છે. આ ઉપરાંત નીતિન જાની અમેરિકામાં પણ એવા એવા કામ કરી રહ્યા છે કે ભારતીયોના દિલ જીતવામાં તેમને કોઈ કસર નથી રાખી અને લોકો પણ તેમના કામના ભરપૂર વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

રસ્તા પર પડેલા મૃત હરણને જોઈને જાગી માનવતા :

નીતિન જાનીએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રસ્તા પર એક મૃત પડેલા ગર્ભવતી માદા હરણને દફનાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને તેમના ચાહકો પણ તેમના વખાણ કરી રહ્યા છે. અમેરિકામાં પણ આવી માનવતા બતાવવા બાદલ કોમેન્ટ કરીને તેમના ચાહકોએ તેમના પર ખુબ જ પ્રેમ વરસાવ્યો હતો.

ખાડો કરીને દફન કર્યું માદા ગર્ભવતી હરણ :

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિન જાની અને તેમની ટીમના સભ્યો રોડ પર પડેલા એક મૃત હરણને રોડની બાજુમાં લઇ જાય છે. જેના બાદ તેને ખાડો કરીને દફનાવવાની તેમની ઈચ્છા હતી, પરંતુ તેમની પાસે કોઈ ઓજાર નહોતા, જેના કારણે તે હાઇવેની બાજુમાં આવેલા એક સ્ટોરમાં જાય છે અને ત્યાંથી તે પાવડો અને જમીન ખોદી શકાય એવો સમાન લઈને આવે છે.

વીડિયોએ જીત્યા દિલ : 

જેના બાદ નીતિનભાઈ અને તેમની ટીમના સભ્યો જમીનમાં ખાડો ખોદે છે અને પછી તે હરણને દફનાવી દે છે. આ વીડિયોને શેર કરવાની સાથે નીતિન જાનીએ કેપશનમાં જણાવ્યું છે કે, “ગર્ભવતી માદા હરણ અમને અમેરિકાના શિકાગોના રોડ પર મળી, બચ્ચું પેટમાં જ મરી ગયું હતું. દુઃખની સાથે તેને રોડ પરથી ઉઠાવીને દફન કર્યું.”

ચાહકોએ કર્યા વખાણ : 

નીતિનભાઈએ આ વીડિયોને 1 દિવસ પહેલા જ શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે અને 20 લાખ જેટલા લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને નીતિન જાનીના આ કામની પ્રસંશા પણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પણ તેમને અમેરિકામાં આ રીતે એક અજાણ્યા પ્રાણીને રોડ પર મૃત પડેલું જોયું હતું, જેના બાદ તેને પણ દફનાવ્યું હતું.

Niraj Patel