ફૂલેલા ગાલ અને મેકઅપ વર્ગર જ જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી કરીના કપૂર તો ઓવર સાઈઝ શર્ટમાં જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો

બૉલીવુડ ફિટનેસ ક્વિન તરીકે જાણીતી અભિનેત્રી હાલ 48 વર્ષની થઇ ગઈ છે. 23 ઓક્ટોબર 1973ના રોજ મુંબઈમાં જન્મનારી મલાઈકાએ પોતનાઓ જન્મ દિવસે શુક્રવારની મોડી રાત્રે પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મનાવ્યો હતો. તો ગત રાત્રે મલાઈકાના પેરેન્ટ્સના ઘરે પણ તેમનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો.

જન્મ દિવસની આ પાર્ટીમાં સામેલ થવા માટે કરીના કપૂર, કરિશ્મા કપૂર, અર્જુન કપૂર સહીત અન્ય સેલેબ્સ પણ પહોંચ્યા હતા. પાર્ટીમાં સામેલ થવા માટે મલાઈકા તેની મિત્ર કરીના સાથે પહોંચી હતી. બંનેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં કરીના કપૂરના ગાલ કંઈક વધારે જફુલાયેલા જોવા મળી રહ્યા છે અને તેને મેકઅપ પણ નથી કર્યો. તે એકદમ આદુ લોઅર અને સફેદ-કાળું શર્ટ પહેરીને જ જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી હતી.

એ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે કરીના કપૂર અને મલાઈકા અરોરા ખુબ જ સારી મિત્રો છે. બંને અવાર નવાર એકબીજાના ફંક્શનમાં પણ હાજર રહે છે. કરીના મોડી રાત્રે મલાઈકા સાથે સ્પોટ થઇ હતી. મલાઈકાએ સલામતીને ધ્યાનમાં રાખીને માસ્ક કેરી કર્યું હતું, તો કરીના માસ્ક વગર જ નજર આવી હતી.

સામે આવેલી તસવીરોની અંદર જોવા મળી રહ્યું છે કે મલાઈકા અરોરા અને કરીના કપૂર એક બીજા સાથે વાતો કરવામાં ખુબ જ વ્યસ્ત હતી. આ દરમિયાન મલાઈકા પણ મેકઅપ વગર જ જોવા મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં જ બીજા દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને જન્મ આપ્યા બાદ કરીનાનું વજન ખુબ જ વધી ગયું છે. જો કે તેને પોતાની ફિટનેસ ઉપર પણ કામ કર્યું છે પરંતુ હજુ સુધી તેનું વજન ઓંછું નથી થયું.

મલાઈકાએ તેના જન્મ દિવસ નિમિત્તે ખાસ તેની માતાના હાથે બનાવેલા જમવાના સ્વાદનો આનંદ લીધો હતો. મલાઈકાના માતાના ઘરની બહારની ઘણી તસવીરો પણ સામે આવી છે. મલાઈકા અને કરીના ઉપરાંત આ તસ્વીરોમાં અર્જુન કપૂર પણ જોવા મળી રહ્યો છે.

પોતાની ખાસ ફ્રેન્ડ મલાઈકાનો જન્મ દિવસ ઉજવવા માટે કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર પણ આ જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી હતી. મલાઈકાને જન્મ દિવસે ઘણી બધી શુભેચ્છાઓ મળી. સોશિયલ મીડિયામાં સેલેબ્રિટીઓ સાથે સાથે ચાહકોએ પણ તેને શુભકામનાઓ આપી હતી.

Niraj Patel