પરિવાર સાથે હિમાચલમાં રજાઓ મનાવી રહ્યો છે મહેન્દ્ર સિંહ ધોની, ત્રણ દિવસમાં બદલી ત્રણ જગ્યાઓ, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ ઓળખની જરૂર નથી. ધોનીના કરોડો ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. ધોની તેના રમતના શ્રેષ્ઠ પ્રદર્શન અને પોતાની કપ્તાનીના કારણે હંમેશા ચર્ચામાં આવતો રહ્યો છે તો તેના અંગત જીવનને લઈને પણ ધોનીએ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

ધોનીના પરિવાર સાથે જોડાયેલી ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલ ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ખેતી તરફ વળ્યો છે. પરંતુ હાલમાં તે હિમાચલમાં રજાઓ મનાવવા માટે પોતાના પરિવાર સાથે પહોંચ્યો છે. જ્યાંથી તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની પરિવાર સાથે હાલમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છે. છેલ્લા ત્રણ દિવસમાં તેને ત્રણ હોમ સ્ટે બદલ્યા. સોમવારના રોજ ધોની શીમળાના કનલોગમથી કોટખાઈ પહોંચી ગયો. તેને રત્નાડી ગામની નજીક મીનાબાગ હોમ સ્ટેમાં પરિવાર સાથે રાત વિતાવી.

હિમાચલ પ્રવાસ ઉપર ધોની 12 લોકો સાથે પહોંચ્યો છે. જ્યાંથી તેની ઘણી તસવીરો પણ સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તસ્વીરોમાં ધોની શિમલાની પારંપરિક ટોપી પણ પહેરતો જોવા મળે છે. જેને કુલ્લુ ટોપી કહેવામાં આવે છે. ધોની નવા લુકની અંદર જોવા મળી રહ્યો છે. તેને મૂંછો પણ વધારી છે.

આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. જે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

જીવા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરની અંદર તે મહેન્દ્ર સિંહ ધોનીના પગને બાથ ભરેલી જોવા મળી રહી છે. આ તસ્વીરને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લાઈક કરી છે. સોશિયલ મીડિયામાં પણ આ તસ્વીર ચાહકોને ખુબજ પસંદ આવી રહી છે.

આ ઉપરાંત પણ જીવાએ ધોની સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં જીવા અને ધોની આ વેકેશનનો આનંદ માણતા જોવા મળી રહે છે.

આ ઉપરાંત જીવાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે એક કૂતરાની પાસે બેસી તેના ઉપર હાથ ફેરવતી જોવા મળી રહી છે. અને ધોનીના પત્નીએ પણ લોકેશન અને રમનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો આ વીડિયોને પણ સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે અને જીવાના આ ક્યૂટ અંદાજને ચાહકો ખુબ જ પ્રેમ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

Niraj Patel