ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે. અહીંના અમુક વિસ્તારમાં હિન્દૂ-મુસલમાન સાથે મળીને બધા તહેવારો ઉજવતા હોય છે. કોઈને ખબર પણ ના પડે કે આ હિંદુંનો તહેવાર છે કે મુસલમાનનો. થોડા જ દિવસોમાં તહેવારની રમઝટ ચાલુ થઇ જશે. રક્ષાબંધનથી ચાલુ થશે તહેવાર ત્યારનાદ સાતમ-આઠમ ત્યારબાદ ગણેશચતુર્થી ત્યારબાદ નવરાત્રી અને છેલ્લે દિવાળી સુધી તહેવારની હારમાળા ચાલુ જ રહેશે. આગામી 2 તારીખથી શ્રાવણ માસ ચાલુ થશે. ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે મહાદેવના મંદિરો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠશે. સાથે જ ભક્તો શિવમય થઇ જશે.

ત્યારે દરરોજ શિવજીના મંદિરે તો અપને ના જય શકીએ પરંતુ જો શિવજીને પ્રસન્ન કરવા એક મંત્રનો જાપ કરીએ તો આપનો બેડો પાર થઇ જાય. આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યના તમામ દુઃખ-દર્દ દૂર થઇ જાય છે.
આવો જાણીએ એ મંત્ર વિષે.
શિવજીને પ્રસન્ન કરવા માટેના આ મંત્રને મહામૃત્યુંજય મંત્ર કહેવાય છે. આ મંત્રનો જાપ કરવાથી અચાનક મૃત્યુ નથી આવતું કે કોઈ પણ સમશ્યાનું સમાધાન થઇ જાય છે.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

મહામૃત્યુ જાપ વિષે વેદોમાં પણ ઘણી સ્તુતિ લખવામાં આવી છે. આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવાથી ઘણો લાભ થાય છે. મનયુંષણ જીવનમાં આવેલા અણઘડ દુઃખ, દર્દ અને અચાનક આવેલી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે જ કોઈ મનુષ્યને અકાળ મૃત્યુની દર લાગતો હોય તો તે માટે મહામૃત્યુંજય લાભદાયીક છે. શિવપુરાણમાં જણાવ્યા અનુસારમંત્રનો સવાર અને સાંજ જાપ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.
મહામૃત્યુંજયનો જાપ કરવાથી કયારે પણ ધનની અછત આવતી નથી. આ મંત્ર કરવાથી શિવજીનીતમારી ઉપર કૃપા અપરંપાર હોય છે.

જે મનુષ્યને લાંબુ આયુષની ચાહના હોય તે આ મંત્રનો કાયમ જાપ કરે તો અકાળે મૃત્યુથી છુટકારો મેળવી શકાય છે. અને દીર્ઘ આયુષ્ય મળે છે.
મહામૃત્યુંજય જાપથી કાલસર્પ દોષ, ભૂતપ્રેત, સંતાન દોષ માંગલિક દોષ જેવા ઘણા દોષોથી મુક્તિ અપાવે છે.
જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તે મહિલા નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા બને છે. અને પારણું બંધાઈ જાય છે.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે ઘણા બીજા લાભ થાય છે. આ મંત્રનો જાપ કરવાથી દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.

સમાજમાં માન સન્માન જાળવી રાખવા માટે અથવા સારું સ્થાન પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો નિયમિત જાપ કરો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.