ધાર્મિક-દુનિયા

મહાકાલ સ્તોત્રં: ભલે કેટલી પણ મુશ્કેલ હોય સફળતા, દરેક પરિસ્થિતિમાં મેળવી શકશો

ભગવાન શિવને તેમના ભક્તો વિવિધ નામોથી બોલાવે છે. શિવ, મહેશ્વર, શંભુ, શંકર, મહાકાલ, કૈલાશવાસી સહીત ભગવાન શિવના 108 નામો છે. જો કે તેમના કેટલાક ભક્તો તેમને મહાદેવ કહે છે અને કોઈ તેમને ભોળાનાથ કહે છે, કોઈક માટે તે પોતે બ્રહ્માંડ છે, કેટલાક તેમને વિનાશક કહે છે. ભગવાન શિવના વિવિધ સ્વરૂપો છે અને એ બધા જ સ્વરૂપો તેમના ભક્તો માટે પૂજનીય છે. ભગવાન શિવને ભોળાનાથ એટલા માટે પણ કહેવામાં આવે છે કે તેમને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ હોય છે.

Image Source

એવું કહેવાય છે કે બધા જ દેવી-દેવતાઓમાં ભોળાનાથને દેવોના દેવ મહાદેવને થોડા પ્રયત્નો દ્વારા પણ પ્રસન્ન કરી શકાય છે. આ સરળ પ્રયત્નોમાં સૌથી પહેલો ઉપાય છે શિવજીના શિવલિંગની પૂજા-અર્ચના અને અભિષેક કરવો. આ સિવાય ઘણા ભક્તો મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરતા હોય છે.

Image Source

માન્યતાઓ અનુસાર, મહાદેવને તંત્ર સાધનાના જનક પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે એવું કહેવાય છે કે કોઈ પણ તંત્ર સાધના એમના વિના પુરી માનવામાં આવતી નથી. એમ તો મહાદેવની કૃપા મેળવવા માટે સામાન્ય રીતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા સૌથી વધુ લાભ દાયક માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર વિશે એવું પણ માનવામાં આવે છે કે એ આસન્ન મૃત્યુ પણ ટાળી શકે છે.

Image Source

ભગવાન શિવની ઉપાસનાથી મનુષ્યના જીવનના સૌથી મોટા દુઃખ પણ દૂર કરી શકાય છે. શિવભક્તો જાણતા હશે તેમનું જ એક સ્વરૂપ મહાકાલ પણ છે. જેનો અર્થ કાલ એટલે મૃત્યુને પણ પોતાના વશમાં રાખવાવાળા દેવ છે. તો આજે અમે જે સ્તોત્ર વિશે વાત કરીશું એ ભગવાન શંકર એટલે કે મહાકાલના આ સ્વરૂપને જ સમર્પિત છે. અહીં વાત કરી રહયા છીએ મહાકાલ સ્ત્રોતની.

Image Source

જણાવી દઈએ કે ખૂબ જ ઓછા લોકો હશે કે જેમને જાણ હશે કે મહાકાલ સ્ત્રોત ભગવાન શિવને ભૈરવીએ બતાવ્યો હતો, જેમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની સ્તુતિ કરવામાં આવી છે. શિવભક્તોની માનવામાં આવે તો આ કોઈ વરદાનથી ઓછું નથી.

જે જાતક પોતાના જીવનમાં રોજ દિવસમાં માત્ર એક જ વાર આ સ્ત્રોતનો જાપ કરી લે છે, આ સ્ત્રોત જાપ એ વ્યક્તિની અંદર ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે. આ સ્ત્રોતનો જાપ વ્યક્તિને તેની સફળતાની નજીક લઇ જાય છે.

Image Source

મહાકાલ સ્ત્રોત –

ॐ महाकाल महाकाय महाकाल जगत्पत

महाकाल महायोगिन महाकाल नमोस्तुते

महाकाल महादेव महाकाल महा प्रभो

महाकाल महारुद्र महाकाल नमोस्तुते

महाकाल महाज्ञान महाकाल तमोपहन

महाकाल महाकाल महाकाल नमोस्तुते

भवाय च नमस्तुभ्यं शर्वाय च नमो नमः

रुद्राय च नमस्तुभ्यं पशुना पतये नमः

उग्राय च नमस्तुभ्यं महादेवाय वै नमः

भीमाय च नमस्तुभ्यं मिशानाया नमो नमः

ईश्वराय नमस्तुभ्यं तत्पुरुषाय वै नमः

सघोजात नमस्तुभ्यं शुक्ल वर्ण नमो नमः

अधः काल अग्नि रुद्राय रूद्र रूप आय वै नमः

स्थितुपति लयानाम च हेतु रूपआय वै नमः

परमेश्वर रूप स्तवं नील कंठ नमोस्तुते

पवनाय नमतुभ्यम हुताशन नमोस्तुते

सोम रूप नमस्तुभ्यं सूर्य रूप नमोस्तुते

यजमान नमस्तुभ्यं अकाशाया नमो नमः

सर्व रूप नमस्तुभ्यं विश्व रूप नमोस्तुते

ब्रहम रूप नमस्तुभ्यं विष्णु रूप नमोस्तुते

रूद्र रूप नमस्तुभ्यं महाकाल नमोस्तुते

स्थावराय नमस्तुभ्यं जंघमाय नमो नमः

नमः उभय रूपा भ्याम शाश्वताय नमो नमः

हुं हुंकार नमस्तुभ्यं निष्कलाय नमो नमः

सचिदानंद रूपआय महाकालाय ते नमः

प्रसीद में नमो नित्यं मेघ वर्ण नमोस्तुते

प्रसीद में महेशान दिग्वासाया नमो नमः

ॐ ह्रीं माया – स्वरूपाय सच्चिदानंद तेजसे

स्वः सम्पूर्ण मन्त्राय सोऽहं हंसाय ते नमः

फल श्रुति – इत्येवं देव देवस्य मह्कालासय भैरवी