મનોરંજન

અભિનેત્રી માધુરી દીક્ષિતની એવી તસવીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય, આ જોઈને તમારું દિલ પણ ધકધક કરવા લાગશે

બોલીવુડમાં આજે પણ કેટલીક જૂની અભિનેત્રીઓનો દબદબો રહ્યો છે અને તેમાં જ એક અભિનેત્રી છે માધુરી દીક્ષિત. માધુરીનો ચાહક વર્ગ આજે પણ ખુબ મોટો છે અને આજે પણ તે ફિલ્મોમાં સક્રિય છે. માધુરી ના માત્ર તેના અભિનયના કારણે જાણીતી છે

પરંતુ તેનો દેખાવ પણ આજે બોલીવુડની નવી અભિનેત્રીઓને ઝાંખી પાડી દે એવો છે. સાથે માધુરી આજે પણ ડાન્સમાં સક્રિય છે. માધુરીની ઘણી તસવીરો તમે જોઈ હશે, પરંતુ આજે અમે તમને જે તસવીર બતાવવાના છીએ તે તમે ક્યારેય નહીં જોઈ હોય. આ તસવીરો જોઈને તમારું દિલ પણ ધક ધક કરવા લાગશે.

આ તસવીર માધુરીની જ છે, જેમાં તે એક હોસ્પિટલના નર્સના રોલમાં જોવા મળી રહી છે. માધુરીની આ તસવીર બહુ સામે નથી આવી છતાં પણ તેને જોઈને દિલમાં કઈ કઈ થઇ જાય છે. નર્સના આ પોઝ આપતી વખતે તેની ફિગર અને તેની અદાઓ ખરેખર જોવા જેવી છે.

બીજી એક તસ્વીર બ્લેક એન્ડ વાઈટ છે જેમાં માધુરી એક કેમેરા સામે વિન્ટેજ પોઝ આપતી દેખાઈ રહી છે. આ તસ્વીરમાં પણ માધુરી ખુબ જ સુંદર દેખાય છે. માધુરીએ 17 વર્ષની ઉંમરે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, અને એક એવો પણ સમય હતો જયારે માધુરીને જોવા માટે જ લોકો થિયેટર સુધી દોડ્યા જતા હતા. આજે પણ માધુરી પોતાનું ખુબ જ ધ્યાન રાખે છે અને આજે પણ તે ફિલ્મોમાં સક્રિય છે.

બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત ભલે ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી દૂર હોય પરંતુ ફેન્સ માટે માધુરી દીક્ષિત સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. માધુરી દીક્ષિત તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તેનો આ અંદાજ આ પહેલા ક્યારે પણ નહીં જોયો હોય. માધુરીની આ તસ્વીર પર ફેન્સની સાથે-સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરતા નજરે ચડે છે.

હાલમાં જ શેર કરવામાં આવેલી તસ્વીરમાં 53 વર્ષીય માધુરી દીક્ષિતનો ચુલબુલો અંદાજ જોવા મળ્યો છે. આ તસ્વીર જોઈને ફરી એક વાર ફેન્સ તેના દીવાના થઇ ગયા છે. આ તસ્વીરમાં માધુરીએ ચશ્મા પહેર્યા છે અને ગ્રીન કલરની કુર્તી પહેરી છે.