અજબગજબ

બ્રાન્ડેડ કંપનીના મધ કરતા પણ એકદમ શુદ્ધ મધ મળે છે અહીંયા, વાંચો શું તફાવત છે શુદ્ધ અને અશુદ્ધ મધમાં

મધ નામ માત્રથી મોઢામાં મીઠાશ ભળી જાય, મધએ પ્રાકૃતિક ઉપચાર છે જેનો ઘણી દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ માટે મધ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ શું બજારમાં માલ્ટા મધ સો ટકા શુદ્ધ હોય છે ખરા? ગામડામાં કદાચ તમને શુદ્ધ મધ મળી શકવાની સંભાવના ખરી પરંતુ શહેરમાં જે લોકો રહે છે, જે લોકો મોલ અને દુકાનમાંથી મધની ખરીદી કરે છે, શું આ મધ એકદમ શુદ્ધ હોઈ શકે? એ પ્રશ્ન તો દરેક વ્યક્તિના મનમાં ક્યાંકને ક્યાંક આવ્યો જ હશે, ત્યારે આજ વાતને શુદ્ધ રીતે અમે તમારી સામે લઈને આજે આવ્યા છે જેનાથી તમે શુદ્ધ મધને પણ પારખી શકશો અને શુદ્ધ મધ ક્યાંથી મેળવી શકાય તેની પણ સંપૂર્ણ માહિતી મેળવી શકશો.

મધ ખાવાના ફાયદાઓ વિશે તો આપે ક્યાંકને ક્યાંક વાંચ્યું જ હશે પરંતુ સાચા મધને ઓળખવાની રીત વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. શુદ્ધ અને અશુદ્ધ મધ વચ્ચે પણ ઘણો જ મોટો તફાવત રહેલો છે.

બજારમાં મળતા ઘણા મધની અંદર મધની માત્ર એકદમ થોડી જ અને ખાંડ તેમજ બીજા કેમિકલ વધારે ભેળવેલા હોય છે, જે સ્વાદ તો મધ જેવો જ આપશે પરંતુ મધની જેમ તે ગુણકારી ક્યારેય નથી હોતા ઉલ્ટાના શરીરને નુકશાન પણ કરે છે. ઘણી જ બ્રાન્ડેડ કંપનીઓ પણ આવી મિલાવતો કરતી હોય છે જેનાથી તેમનું ઉત્પાદન પણ વધે છે.

મનમાં ત્યારે પ્રશ્ન થાય કે શુદ્ધ મધ મેળવવું ક્યાંથી તો તમને જણાવી દઈએ કે શુદ્ધ મધ મેળવવાના ઘણા સ્ત્રોત આપણે ત્યાં મળી આવે છે અને એમાં પણ તેના એક ઉત્પાદક છે દશર્ન ભાલારા. દર્શન ભાલારાના મધની બ્રાન્ડનું નામ છે “મધુધારા”.

એમબીએનો અભયસ કરેલા દર્શન ભાલારાએ મોદીજીએ જણાવેલ રસ્તા ઉપર ચાલવા માટે પોતાના પાંચ આંકડાના પગારની નોકરી પણ છોડી અને સંપૂર્ણ રીતે મધના ધંધામાં કાર્યરત થયા, મોદીજીએ કૃષિક્ષેત્રમાં વેલ્યુ એડિશનના મુદ્દા ઉપર વજન રાખ્યું હતું અને આ વાત દર્શન ભાલારાએ ગાંઠે બાંધી અને આજ દિશામાં આગળ વધવાનું વિચાર્યું અને આજે તેમની બ્રાન્ડ “મધુધારા” ઘણી જ ખ્યાતિ પણ પામી છે.

“મધુમારા” મધની વિશેષતાઓ પણ જાણવા જેવી છે. એક નજર એના ઉપર કરીએ.

આપણે સૌ જાણીએ છીએ કે મધ ઘણા બધા રોગોમાં લાભદાયક છે. પરંતુ બજારમાં મળતું મધ કઈ વનસ્પતિ દ્વારા બનાવવામાં આવ્યું છે આપણને પોતાને પણ ખબર નથી હોતી પરંતુ દર્શન ભાલારાના મધ “મધુધારા”માં તમને જે માંગશો એ વનસ્પતિના મધ મળી શકે છે. જે અલગ અલગ રોગો માટે ખુબ જ લાભદાયક પણ છે. આ મધના ઉત્પાદન માટે તેઓ અલગ અલગ વિસ્તારના અલગ અલગ જંગલોમાં ફરીને એકત્ર કરે છે. જેમાં વળિયારી, અજમો, લીચી, શીશમ, બોર જેવા અનેક પ્રકારના વનસ્પતિનું મધ તેમની પાસે ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રથી લઈને છેક કાશ્મીર સુધીની વનસ્પતિઓના મધ તેમને પાસે મળી રહે છે. જે શરીરના દરેક રોગોમાં ખુબ જ ઉપયોગી થાય છે.

દર્શનજીનું “મધુધારા” મધ ઇન્ટરનેશનલ હ્યુમિનિટી ઈન્ડેક્સની માત્રથી થોડી પણ આજુબાજુ નથી, એકદમ બરાબર માત્રામાં આ મધ બનાવવામાં આવે છે અને આ તેની એક ખાસિયત છે. મધ બનાવવા માટે સૌથી જરૂરી છે કે તેને પરિપક્વ થવા દીધું છે કે નહીં, ક્યાં સમયે મધ કાઢવામાં આવ્યું છે. મધને પરિપક્વ થઇ ગયા બાદ મધમાખીના પુડાને મીણથી સીલ કરી દેવામાં આવે છે. પરિપક્વ થયા બાદ જ મધ સો ટકા શુદ્ધ થયું હોવાનું માનવામાં આવે છે અને એ મધ જ લાભદાયી ગુણોથી સંપન્ન છે.એક ખાસ વાત એ પણ છે કે અપરિપક્વ થયેલા મધના મુકાબલે પ્રિકવ થયેલા મધનું વજન ઘણું જ ઓછું હોય છે. તેના માટે જ ઘણી કંપનીઓ મધને અપરિપક્વ જ રાખી અને તેની માત્રા વધારે હોવાના કારણે વેચવા લાગે છે જે શુદ્ધ નથી હોતું અને તેમનું ઉત્પાદન પણ વધે છે સાથે નફો પણ વધે છે. “મધુધારા”નું મધ  કંપની કરતા થોટું મોંઘુ છે છતાં પણ શુદ્ધતાની દૃષ્ટિએ તમામ કંપનીઓ કરતા ખુબ જ ઊંચી ગુણવત્તા પણ ધરાવે છે.

બીજી એક ખાસ બાબત છેમધમાખીનું પાલન. દેશી બોક્સની અંદર મધમાખીનું પાલન કરવાથી મધની અંદર જ તેના ઈંડા, લાર્વા અને બીજી અન્ય અશુદ્ધિઓ સાથે ધૂળ પણ ભળેલી હોય છે જેના કારણે તમને સો ટકા શુદ્ધ મધ નથી મળતું, પરંતુ દર્શનજી મધ માખીના પાલન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. દર્શનજી મધમાખીના પાલન માટે ન્યુઝીલેન્ડ પદ્ધતિ અનુસરે છે. દેશી મધપેટીમાં જ્યાં ઈંડા રાખવા માટે અને મધ એકત્ર કરવા માટે અલગ અલગ વ્યવસ્થા નથી ત્યાં ન્યુઝીલેન્ડ પદ્ધત્તિની મધ પેટીઓમાં મધ એકત્ર કરવા માટે અને ઈંડા રાખવા માટે અલગ અલગ જગ્યાઓ આપવકામાં આવી છે જેના કારણે ઈંડા લાર્વા અને બીજી અન્ય અશુદ્ધિઓ અને ધૂળ તેમાં ભળવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

બજારમાં મળવા વાળા મધની બોટલ પણ પ્લાસ્ટિકની બનેલી હોય છે, ;લાંબા સમય સુધી એ પ્લાસ્ટિકની બોટલમાં રહેવાના કારણે વિપરીત અસર કરવા લાગે છે, પ્લાસ્ટિકના ગુણો પણ મધમાં ભળવા લાગે છે ત્યારે દર્શનજી શુદ્ધ અને સ્વસ્થ મધ મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાની કાંચની બોટલનો વપરાશ કરે છે અને તે મલેશિયાથી મંગાવવામાં આવે છે.

આ બધામાં એક ખાસ વાત એ પણ છે કે “મધુધારા” મધનું સારું એવું ટર્નઓવર હોવા છતાં પણ તેનું વ્યાપારી કરણ કરી વધુ નફો કમાવવાની લાલચ રાખીને દર્શનજીએ ડિસ્ટ્રીબ્યુટર અથવા રિટેલર્સ ચેઇન નથી બનાવી, જેનાથી ગ્રાહકો નફાખોરીથી બચી શકે. ઉત્પાદનથી લઈને વિતરણ સુધીની તમામ જવાબદારી તે પોતે જ સંભાળે છે. “મધુધારા”નું કોઈપણ પ્રકારનું મધ તમે તેની વેબસાઈટ ઉપર ઓર્ડર કરીને ઘરેબેઠા જ મંગાવી શકો છો. ભારતના કોઇપ્ણ રાજ્યમાં બેસી અને તમે વેબસાઈટ ઉપર ઓર્ડર કરી સારી કુરિયર સર્વિસ દ્વારા આ મધ તમારા ઘર સુધી પહોંચી જાય છે, સાથે તમે મધનું લાઈવ ફાર્મિંગ પણ આ વેબસાઈટ ઉપર નિહાળી શકો છો.

વિસ્તૃત જાણકારી માટે તમે પણ વેબસાઈટ દ્વારા વધુ માહિતી મેળવી શકો છો તેમજ ફોન દ્વારા પણ પુછપરછ કરી શકો છો.

મોબાઈલ નંબર: 9662166770
વેબસાઈટ: www.madhudhara.com

મધ શુદ્ધ છે કે મિલાવટી? ઓળખવાની એકદમ સાચી રીત, ખુબ જ ઉપયોગી વિડીયો પહેલી વખત પુરી વિગત વાર મધનો વિડિયો અમે લાવિયા છીએ..,આ વિડિયો જોયા પછી તમે પણ શુદ્ધ મધને ઓળખી શકશો..