આ દુનિયામાં દરેક કોઈ વ્યક્તિ સફળ થાવા માગે છે પણ આ સફળતા સુધી પહોંચવા માટે દરેકે તનતોડ મહેનત પણ કરવી પડે છે.કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ સાચા દિલથી મહેનત નથી કરતા ત્યાં સુધી તેઓને સફળતા નથી મળતી. ઇતિહાસ પણ સાક્ષી છે કે દરેક સફળ પુરુષની પાછળ ક્યાંકને ક્યાંક સકારાત્મક વિચારોનો પણ મોટો હાથ હોય છે.શાસ્ત્રોમાં પણ એ કહેવામાં આવ્યું છે કે કામ ગમે તેટલું મુશ્કિલ પણ કેમ ના હોય, જો કોઈ વ્યક્તિની પાસે ‘બુદ્ધિ અને બળ’ છે તો કામિયાબી આસાનીથી મેળવી શકાય છે.બુદ્ધિ અને બળનું નામ જ યોગ્યતા છે.આ બંન્ને ગુણોથી જ વ્યક્તિ યોગ્ય બને છે. સમયના અનુસાર આ બંન્ને ગુણોનો ઉપીયોગ કરીને કોઈ મોટા શત્રુ પર પણ વિજય મેળવી શકાય છે.

લક્ષ્મી પ્રાપ્ત કરવાના સરળ ઉપાય:
1.ઘરમાં પોતું કરવાના સમયે પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતા કરવા જોઈએ જેનાથી ઘરમાં ઝગડા થાતા નથી,જેનાથી દરેક નકારાત્મક ઉર્જાઓ દૂર થઇ જાય છે અને તામરી સાથે બધું જ સારું થાવા લાગે છે.
2.ગુરુવારની સવારે ઘરના મુખ્ય દ્વાર પર એક ગ્લાસ પાણી નાખવાથી માં લક્ષ્મીના ઘરમાં પ્રવેશ કરવાનો માર્ગ ખુલી જાય છે અને ઘરની આર્થિક સ્થિતમાં સુધારો આવે છે. 3.જો તમે આર્થિક રૂપથી સમર્થ થાવા માંગો છો તો અમાસના પહેલા પુરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરાવી દો. તેનાથી ઘરમાં સુખશાંતિ બની રહેશે.ઘરનો વધારાનો સામાન કે ભંગાર વહેંચી નાખો કે પછી ફેંકી દો. ઘરની સાફ સફાઈ થઇ ગયા પછી અગરબત્તી ચોક્કસ કરો.

સુંદરકાંડમાં પણ બતાવામાં આવ્યું છે બુદ્ધિ અને બળ વિશે:
કહેવાય છે કે સુંદરકાંડમાં હનુમાનજીએ માં સીતા પાસેથી ભોજન માંગ્યું હતું. ત્યારે સીતાજીએ હનુમાજીને કહ્યું કે અશોક વાટિકામાં જઈને ફળ ખાઈ આવો.સીતાજીએ કહ્યું હે બેટા! સાંભળો,મોટા મોટા યોદ્ધા રાક્ષસ આ વનની રખવાળી કરી રહ્યા છે.જવાબમાં હનુમાનજીએ કહ્યું કે,હે માતા જો તમે મને પ્રસન્ન થઈને આજ્ઞા આપશો તો મને તેઓનો બિલકુલ પણ ડર નહીં રહે.જે આત્મવિશ્વાશની સાથે હનુમાનજી સીતાજીને કહી રહ્યા હતા,એક ક્ષણ માટે સીતાજીને લાગ્યું કે ક્યાંક આ અતિશયુક્તિ તો નથી.

અશોકવાટિકામાં થઇ હતી પરીક્ષા:
સીતાજી જાણતા હતા કે અશોકવાટિકામાં પ્રવેશ કરવાનો અર્થ,સીધા રાવણ સુધી પહોંચવું અને રાવણની સામે માત્ર બળથી જ કામ નહીં ચાલે,બળની સાથે સાથે બુદ્ધિ પણ હોવી જોઈએ. તે હનુમાનજીને અંદરથી બંનેને(બળ અને બુદ્ધિ)સંયુક્ત રીતે જોઈ ચુકી હતી.હનુમાનજીએ બુદ્ધિનો પ્રયોગ કરતા જ લંકા પ્રવેશ કર્યો અને સીતાજીની શોધ કરી હતી,આ દરમિયાન તેમણે બળનો ઉપિપયોગ કરીને લંકાની રખવાળી કરનારી લંકિની પર પણ વિજય મેળવ્યો હતો. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું કે-જાઓ! શ્રીરઘુનાથજીના ચરણોમાં જઈને મીઠા ફળ ખાઓ.આ પ્રસંગમાં હનુમાનજીના માધ્યમથી આપણને એ સંદેશ મળે છે કે જીવન ત્યારે જ સુંદર છે, જ્યારે આપણી પાસે બુદ્ધિ અને બળ બંન્ને હોય.