મળો PCS અધિકારી ઋતુને જેમને લુખ્ખા ત્તત્વોને ઘૂંટણિયે લાવી દીધા હતા, ઋતુ હવે છે ADM તેની સફર વિશે જાણીને તમને પણ ગર્વ થશે

લખનઉ વિકાસ પ્રાધિકરણમાં પીસીએસ અધિકારી અને ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારીની પત્ની ઋતુ સુહાસ ગાઝિયાબાદના એડીએમ પ્રશાસનના પદ પર હાજર છે. માફિયા અને વિધાયક મુખ્તાક અંસારીના સામ્રાજ્યને ધૂળમાં ભેળવી દેનારી પીસીએસ ઓફિસર ઋતુ સુહાસ હવે ગાઝિયાબાદમાં કાનૂન વ્યવસ્થા અને પ્રશાસન સંભાળે છે.

ઋતુ સુહાસ પીસીએસ છે, થોડા જ સમય પહેલા તેમનું ટ્રાંસફર થયુ છે. હવે તેઓ ગાઝિયાબાદમાં એડીએમની જવાબદારી સંભાળે છે. તમને જણાવી દઇએ કે, ઋતુ સુહાસ એ પીસીએસ અધિકારી છે, જેમણે વિધાયક અને ગેંગસ્ટર મુખ્તાક અંસારીના અવૈદ્ય નિર્માણોને એક બાદ એક માટીમાં ભેળવવાની ભૂમિકા નીભાવી.

અમર ઉજાલાના રીપોર્ટ અનુસાર, લખનઉ વિકાસ પ્રાધિકરણની સંયુક્ત સચિવ રહેતા તેમણે શાઇન બિલ્ડર્સની અવૈદ્ય કોલોનીઓ પર JCB ચલાવી દીધુ. તેમણે મુખ્તાક અંસારીના જિયામઉમાં બે અવૈદ્ય નિર્માણ, કેસરબાગમાં ડ્રેગન મોલ અને રાની સલ્તનતમાં અવૈદ્ય નિર્માણને ધ્વસ્ત કરાવ્યા.

તેમની કાર્યક્ષમતાને જોઇને તેમને પૂરા લખનઉમાં આ કામને અંજામ આપવા માટે નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કાનૂનની સીમાઓમાં રહેતા તેઓ આ કામ કરતા હતા.

ગાઝિયાબાદના એડીએં એડિનિસ્ટ્રેશનના પદ પર હાજર ઋતુ સુહાસ 2004 બેચના પીસીએસ અધિકારી છે. એક પ્રશાસનિક અધિકારી હોતા તે ખૂબ જ કલાત્મક વિચાર રાખે છે. તે મિસિસ ઇન્ડિયા 2019નો ખિતાબ પણ જીતી ચૂક્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતા કામયાબીની ઊંચાઇઓ સુધી પહોંચ્યા છે.

આગ્રાના તાજમહેલને પ્રેમની નિશાની માનવામાં આવે છે. અહીં પર ઋતુ સુહાસ અને એલ વાઇ સુહાસને પ્રેમ થયો. બંનેએ વર્ષ 2008માં લગ્ન કર્યા. એલ વાઇ સુહાસ મૂળરૂપે કર્ણાટકના છે. જો કે, હાલ તે ગૌતમનગરના ડીએમ તરીકે કાર્યરત છે.

ઋતુ સુહાસ માને છે કે, છોકરીઓ પાસે આર્થિક આત્મનિર્ભરતા હોવી જરૂરી છે, પછી તેમનું બેકગ્રાઉન્ડ કેવુ પણ હોય. તેમનું કહેવુ છે કે, છોકરીઓ પૈસા ખર્ચ કરે કે ના કરે પરંતુ આર્થિક રીતે તે સશક્ત હોવી જોઇએ. છોકરીઓને જોબ કરવી જોઇએ જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે.

મોડલિંગનો શોખ રાખનારી ઋતુ સુહાસે જણાવ્યુ કે, તેમણે શરૂઆતી દિવસોમાં બાળકોને ટયૂશન ભણાવ્યા અને પીસીએસની તૈયારી સાથે સાથે મિત્રોથી પુસ્તકો અને નોટ્સ હાંસિલ કરી. વર્ષ 2003માં પીસીએસની તૈયારી કરવાનો નિર્ણય કર્યો, તેમણે કહ્યુુ કે, સંબંધીઓ ઘરથી બહાર નીકળી અભ્યાસ કરવા માટે ખુશ ન હતા તે છત્તાં પણ પરિવારજનોએ તેમનો પૂરો સપોર્ટ કર્યો.

તેમણે આગળ જણાવ્યુ કે, માતા એક એક પૈસાની બચત કરતી હતી કારણ કે આગળ જઇને ભાઇ-બહેનોની નાની મોટી જરૂરિયાતોને પૂરી કરી શકાય. તેને બે બાળકો પણ છે. મૂળરૂપે કર્ણાટકના એલ વાઇ સુહાસ પ્રયાગરાજ, આજમગઢ, જૌનપુર, સોનભદ્ર, મહારાજગંજ અને હાથરસના ડીએમ રહી ચૂક્યા છે. તેમણે કમ્પ્યુટર એન્જીનિયરનો અભ્યાસ કર્યો છે.

તેઓ વર્ષ 2007ની બેચના આઇએએસ છે અને પ્રશાસનિક જવાબદારીઓ સાથે સાથે રમતમાં પણ દિલચસ્પી રાખે છે. જિલ્લાધિકારી એલ વાઇ સુહાર બેડમિન્ટન ખેલાડી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુકાબલામાં તેમણે દેશનો ઝંડો બુલંદ કર્યો છે. વર્ષ 2016માં ચીનમાં આયોજિત એશિયન ચૈંપિયનશિપમાં મેન્સ સિંગલમાં તેમણે ગોલ્ડ જીત્યો હતો.

ઋતુના મિસિસ ઇન્ડિયાના ફાઇન્લ રાઉન્ડની વાત કરીએ તો, તેમણે કહ્યુ કે, તેમણે ફાઇનલ રાઉન્ડ માટે મુગલ-એ-આઝમનો અનારકલી ડ્રેસ પસંદ કર્યો હતો. તેના પાછળ એક ખાસ કારણ હતુ. તે સંદેશ આપવા ઇચ્છતા હતા.ઋતુએ જણાવ્યુ કે, સવાલ-જવાબ રાઉન્ડમાં તેમને સફળતા અને અસફળતા વિશે પૂછવામાં આવ્યુ અને આ સવાલનો તેમણે જે જવાબ આપ્યો તેનાથી બધા આકર્ષિત થયા હતા.

તેમણે બધી મહિલાઓને આગળ વધવાની અને સપના પૂરા કરવાની વાત કહી હતી.તમને જણાવી દઇએ કે, ઋતુએ ત્રણ અલગ અલગ મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે, જેના માટે તેમને રાષ્ટ્રપતિ અને સીએમ યોગી તરફથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

Shah Jina