અજબગજબ ખબર

યુકેના લોકો આ રીતે ભારત માટે ભેગા કરી રહ્યા છે કરોડો રૂપિયા, જાણીને તમે પણ સલામ કરવાનું મન થશે

કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક બની ગઈ છે. ભારતમાં રોજના 3 લાખ કરતા પણ વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દુનિયાના ઘણા દેશો પણ ભારતની મદદ માટે આગળ આવ્યા છે.

ત્યારે ભારતની મદદે હવે યુકેનું સૌથી મોટું મંદિર એવું સ્વામિનારાયણ મંદિર પણ આગળ આવ્યું છે. જેને ભારતને આ સમયમાં સહાયતા કરવા માટે હાથ લાંબો કર્યો છે. જેના માટે એક અનોખી પહેલા પણ શરૂ કરવામાં આવી છે.

ઇન્ડિયા ટાઈમ્સ અનુસાર તેમને લડંનથી દિલ્હી બાઈકાથૉન પ્રોગ્રામ ઓર્ગેનાઈઝ કર્યો. જેનો ઉદ્દેશ્ય કોરાનાથી લડી રહેલા ભારત માટે ફંડ ભેગું કરવાનો હતો.

આ પહેલા અંતર્ગત 500,000 પાઉન્ડ એટલે કે લગભગ 5.1 કરોડ રૂપિયાની આસપાસ ફંડ ભેગું કરી લેવામાં આવ્યું છે. જેમાં 7,600 કિલોમીટર સાઇકલ ચલાવવામાં આવી છે. આ બધું સ્ટેશનરી બાઈક ઉપર કરવામાં આવ્યું.

આ રાઇડને “Cycle to Save Lives” નામ આપવામાં આવ્યું હતું, જે મંદિરના પરિસરમાં જ આયજીત કરવામાં આવી હતી. આ ઇવેન્ટની અંદર ભારતીય મૂળના લોકો સાથે સાથે આસપાસના લોકલ લોકોએ પણ ભાગ લીધો હતો.

મંદિર પરિસરની અંદર 12 બાઈક્સ લગાવવામાં આવી હતી. દરેક વોલન્ટીયરને 50 મિનિટ સુધી સાયકલાઇંગ કરવાની હતી. ત્યારબાદ એક વ્યક્તિ આખી જ સાઈકલને સૅનેટાઇઝ કરી નાખતો હતો અને તેની 10 મિનિટ બાદ બીજો વોલન્ટીયર સાઈકલિંગ કરી શકતો હતો.

અત્યાર સુધી તેની અંદર 750 વોલન્ટીયર ભાગ લઇ ચુક્યા છે. દરેક વોલન્ટીયરને ફંડ રેજિંગનું પેજ સેટઅપ કરવાનું હોય છે. યોગેન શાહ બ્રિટિશ આઇટી કન્સલ્ટન્ટ છે. તે કહે છે કે “મને લાગે કે અહીંયા રહેવા વાળા ભારતીય મૂળના નાગરિકોના પરિવારનું કોઈને કોઈ સંબંધી ત્યાં ઇન્ડિયામાં આ વાયરસથી પ્રભાવિત જરૂર હશે.”

તરુણ પટેલ નામના એક ઓર્ગેનાઈઝરે જણાવ્યું કે “ભારતમાં ઓક્સિજનની કમી છે. અમારે મદદની જરૂર છે. અમે ભારતના લોકોને એ જણાવી રહ્યા છીએ કે તે આ લડાઈમાં એકલા નથી. અમે તેમની સાથે છીએ. ભલે તમે અમારાથી હજારો મિલ દૂર બેઠા હોય પરંતુ અમે તમારી સાથે છીએ.”