ખબર

લોકડાઉનમાં મંગેતરને મળવા ગયા ડોક્ટર, પરિવારજનોએ બાંધી દીધા લગ્નના તાંતણે

લોકડાઉનના કારણે સામાન્ય માણસની સમસ્યા વધી ગઈ છે. પરંતુ જોધપુરના એક વ્યક્તિ માટે આ લોકડાઉન ખુશીઓ લઈને આવ્યું છે. વાત એમ છે કે, અમદાવાદના ડોક્ટર તેની બિકાનેરમાં રહેતી મંગેતરને મળવા જાય છે. થાય છે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. લોકડાઉન વધતા પરિવારજનોને ચિંતા થવા લાગી કે લગ્ન વિના ક્યાં સુધી થનારા જમાઈ ઘરમાં રહેશે.

Image Source

મૂળ જોધપુરના અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરનારા ડોક્ટર વિવેક મહેતાની સગાઈ બીકાનેરની પૂજા ચોપરા સાથે થઈ હતી. પૂજા એક ફેશન ડિઝાઈનર છે. વિવેક 21 માર્ચે પોતાની ફિયાન્સેને મળવા માટે બીકાનેરના ગંગાશહેરમાં પહોંચ્યો હતો. બીજા જ દિવસે ટ્રેનો બંધ થઈ જતા તે પાછો અમદાવાદ ન જઈ શક્યો અને તેને સાસરે જ રોકાવું પડ્યું.

પૂજાના પિતાએ બીકાનેરમાં ગંગાશહેરના જૈન સમાજના અધ્યક્ષને પોતાની સમસ્યા જણાવી હતી . પરંતુ ડોક્ટર વિવેકના પરિવારજનો લોકડાઉનના કારણે અમદાવાદથી બીકાનેર જઈ શકે તેમ નહોતા. આ લોકડાઉન દરમિયાન કોર્ટ મેરેજ પણ શક્ય નહોતા.

Image Source

આખરે વિવેકે પણ વિચાર્યું કે, ક્યાં સુધી આ રીતે સાસરામાં રહીશ.આખરે બંને પરિવારોની સહમતિથી સાસરીમાં જ 30 દિવસ રહ્યા બાદ સોમવારે ડોક્ટર વિવેક અને પૂજા લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

જોકે આ લગ્નમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-બહેન કોઈ સામેલ થઇ શક્યા ના હતા. કન્યાના પરિવારજનોની ઉપસ્થિતિમાં જ લગ્ન થઈ ગયા. લોકડાઉનના કારણે ડોક્ટર વિવેકના પરિજનો તથા મિત્રો સાથે વિડીયો કોલ પર લગ્ન જોયા હતા.

Image Source

વિવેકે જણાવ્યું કે લગ્ન પહેલા અમે લોકોએ ઘરમાં જ પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યું. હવે જ્યારે લોકડાઉન ખતમ થશે ત્યારે જ પૂજા પોતાના સાસરે જશે. હાલમાં ડોક્ટર વિવેક અને પૂજા બંને બીકાનેરના ગંગાશહેરમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.