ખબર

લગ્ન કરવા માટે ટ્રમ્પની દીકરી ઇવાંકાને બદલવો પડ્યો હતો ધર્મ, જાણો ભારત આવેલી ઇવાંકાના જીવન વિશે

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવેલા છે, અમદાવાદમાં મોટેરા સ્ટડીયમના ઉદઘાટન અને ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ આગ્રામાં તાજમહેલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.આજે તેઓ દિલ્હીમાં કેટલાક ઉધયગ પતિઓ સાથે મુલાકાત કરી રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં શાહી ભોજન લઈને 10 વાગે રાત્રે અમેરિકા જવા માટે રવાના થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ટ્રમ્પના આ ભારતના પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાંકા સાથે જમાઈ જેરેડ કુશનર પણ આવ્યા છે. ભારતીય લોકો માટે ઇવાંકાની સુંદરતા અને તેની ફેશન સૌને ગમી રહી છે. ત્યારે ઇવાંકા કોણ છે અને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો આપણે જાણવી જ જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ગઈકાલે લીધેલી તાજમહેલની મુલાકાત દરમિયાનની ઇવાંકા દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહે છે. ઇવાંકા એક કુશળ બિઝનેસમેન હોવા ઉપરાંત મોડેલિંગ, ટીવી ઇડરસ્ટ્રીઝ, સોશિયલ સર્વિસમાં પણ ઘણું જ મોટું નામ મેળવી ચુકી છે. આજે અમે તમને તેના સુંદર ફોટા સાથે તેના જીવનવિશે પણ માહિતગાર કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઘણા લોકો એવું માને છે કે ઇવાંકા મેલાનિયાની દીકરી હશે પરંતુ તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના મેલાનિયા સાથે ત્રીજા લગ્ન છે અને ઇવાંકા પહેલી પત્ની ઈવાનાની બીજા નંબરની દીકરી છે. ઇવાંકાનો જન્મ 30 ઓક્ટોમ્બર 1981માં ન્યુયોર્કમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકા બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, પોતાના કેરિયરની શરૂઆત ઇવાંકાએ મોડેલિંગ દ્વારા કરી હતી. ત્યારબાદ તે કેટલાક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી તો કેટલીક ડ્રામા સિરીઝમાં પણ જોવા મળી હતી. તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ તેને ખુબ જ પ્રેમ કરે છે અને તેના કારણે તે કેટલીક જગ્યાએ તેની સાથે પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકાએ વ્હાર્ટન યુનિવર્સીટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક કર્યું છે. ઇવાંકા ફેશનની બાબતમાં પણ ખુબ જ સ્ટાઈલિશ છે. એટલું જ નહિ તે સોશિયલ મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ રહે છે. ભારતના પ્રવાસ દરમિયાન તેને તાજમહેલની અંદર લીધેલા કેટલાક ફોટો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકાએ જેરેડ કુશનર સાથે લગ્ન કર્યા છે, જેરેડ યહૂદી ધર્મનો છે. બંનેના લગ્ન વર્ષ 2009ની અંદર થયા હતા. જેરેડ સાથે લગ્ન કરવા માટે ઇવાંકાએ પોતાનો ધર્મ બદલ્યો હતો. હાલમાં ઇવાંકા ત્રણ બાળકોની માતા છે. પરંતુ તેના ફિટનેસને જોતા જેની ઉંમરનો અંદાઝો લગાવી શકાય તેમ નથી. ઇવાંકા પોતાની શરીરની કાળજી રાખવામાં પણ માહેર છે. તે ભારતમાં પહેલા પણ આવી ચુકી છે. વર્ષ 2017ના ગ્લોબલ ઇન્ટરપ્રેન્યોરશિપ સમિતિમાં ભાગ લેવા માટે તે પહેલા ભારત આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા અને તેમના પતિ જેર્ડ કુશનરે પણ તાજમહેલનો દીદાર કર્યો હતો..તસ્વીરોમાં ઇવાંક ઘણી ખુશ નજરે જણાઇ આવી. ડોલાન્ડ ટ્રમ્પ અને મેલેનિયા બાદ ઇવાંકા અને કુશનરે પણ તાજમહેલની સામે તસવીર પડાવી. આટલું જ નહીં પોતાના પતિ બાદ ઇવાંકાએ એકલ તસવીર પણ પડાવી. આ દરમિયાન ઇવાંકા અન્ય અધિકારીઓ પાસેથી તાજમહેલની માહિતી મેળવતા પણ જોવા મળી.

લોકો ગુગલ પર ટ્રમ્પની દિકરીને લઇને તેની પત્નીને લઇને સવાલ પૂછી રહ્યાં છે. તો ચાલો જાણીએ કે ઇંટરનેટ પર કયા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે.

1. ડોનાલ્ડ ટ્રમ્પની છોકરીનું શું નામ છે?

ડોનાલ્ડ ટ્રમ્પની છોકરીનું નામ ઇવાંકા ટ્રમ્પ છે. ઇવાંકા પણ ટ્રમ્પની સાથે ભારત પ્રવાસે આવી છે. ઇવાંકાના પતિ જેરેડ કુશનર પણ સાથે છે. ઇવાંકા ટ્રમ્પ પ્રશાસનમાં એડવાઈઝર પણ છે. ઇવાંકા સૌથી પહેલા 2017માં ભારત આવી હતી.

2. ડોનાલ્ડ ટ્રમ્પની વાઈફનું નામ શું છે?

ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ મેલેનિયા ટ્રમ્પ છે. મેલેનિયા ટ્રમ્પની ત્રીજી પત્ની છે. તેનો જન્મ 1970માં સ્લોવેનિયામાં થયો હતો. તે મોડલ પણ રહી ચૂકી છે. ટ્રમ્પ અને મેલેનિયાએ 2005માં લગ્ન કર્યાં હતા.

3. ઇવાંકા ટ્રમ્પ ની ઉંમર કેટલી છે ?

ઇવાંકાનો જન્મ 30 ઓક્ટોબર 1981માં થયો હતો. તેના પતિનું નામ જેરેડ કુશનર છે.

4. મેલેનિયા ટ્રમ્પની ઉંમર કેટલી છે?

મેલેનિયાનો જન્મ 1970 ના રોજ થયો છે. તેઓ અમેરિકાની ફર્સ્ટ લેડી છે.

5. ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર કેટલી છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946 ના રોજ થયો છે. તેઓ આ સમયે 74 વર્ષના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.