હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે. કાળમુખો કોરોના એક યુવા ક્રિકેટરને પણ ભરખી ગયો.
રાજસ્થાનના ક્રિકેટ ખેલાડી વિવેક યાદવનું કોરોનાથી નિધન થઈ ગયું, તેઓ 36 વર્ષના હતા. પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી જીતવાવાળી ટીમના સદસ્ય રહેલા વિવેક યાદવના પરીવારમાં પત્ની સિવાય એક દીકરી પણ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વિવેક યાદવને કેન્સર હતું. તેઓ જયપુરની એક હોસ્પિટલમાં કીમોથેરાપી લેવા માટે ગયા હતા, તે દરમ્યાન તેમનો કોવિડ ટેસ્ટ થયો હતો. અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બુધવારે તેમનું નિધન થઈ ગયું હતું.
વિવેક યાદવે બુધવારે શહેરની હોસ્પિટલમાં અંતિમ શ્વાંસ લીધાં હતાં. વિવેક યાદવે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57 વિકેટ લીધી હતી. તેણે 2010-11માં રણજી ટ્રોફીની ફાઇનલ રમી હતી. આ તેમની ઘરેલુ ક્રિકેટ કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. વિવેકે તેની છેલ્લી મેચ 30 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા રમી હતી.
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને કોમેન્ટટેટર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું કે, રાજસ્થાનના રણજી ખેલાડી અને મારા નજીકના મિત્ર…વિવેક યાદવ હવે આ દુનિયામાં નથી રહ્યાં. ભગવાન એમની આત્માનને શાંતિ આપે. મારી સંવેદનાઓ તેમના પરિવારની સાથે છે.
Rajasthan Ranji Player and a dear friend…Vivek Yadav is no more. May his soul R.I.P. Thoughts and prayers with the family 🙏 Om Shanti.
— Wear a Mask. Stay Safe, India (@cricketaakash) May 5, 2021