ખબર

શહીદના મૃતદેહ પર પત્નીએ તોડી દીધી હતી સુહાગની ચૂડી, માસુમ દીકરી બોલી-મમ્મી કયારે ઉઠશે પપ્પા ?

લેહ-લદાખમાં ચીન સાથેની હિંસામાં ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદોના મૃતદેહ માદર વતન પહોંચતા જ વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. શહાદત વહોરી, શહીદ અજય કુમારના શનિવાર સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. શહીદ અજય કુમાર અમર રહોના ગગનભેદી નારા સાથે શહીદ વીર સપૂતને અંતિમ વિદાઇ આપી હતી.

Image source

અજય કુમાર 17 જૂને સિયાચીર ગ્લેશિયર જતા સમયે તેનો પગ લપસતાં પડી ગયા હતા. આ બાદ તેઓ શહીદ થઇ ગયા હતા. દેશની રક્ષા ખાતર જિંદગીની કુરબાની આપનાર અજય કુમાર રાજસ્થાનના ઝુંઝુનુંના ઝાખંડ ગામના વતની હતા.

Image source

જલ્દીથી તેનો મૃતદેહ ગામમાં આવી પહોંચતા જ પિતા પરમેશ્વર લાલ, માતા વિદ્યા દેવી, પત્ની પૂનમ અને નાના ભાઈ સંજય બેભાન થઇ ગયા હતા.

Image source

અજય કુમારના શહાદતના સમાચાર મળતા જાણે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. આખો પરિવાર શોકમાં સ્તબ્ધ છે. જ્યારે શહીદને સ્મશાન લઇ જવાની વેળા આવી તો પત્ની પૂનમે પતિના મૃતદેહ પર તેની ચૂડી તોડી હતી.

Image source

અજય કુમારના પિતા રામેશ્વર મજુરી કામ કરે છે. જવાનની વિદાય બાદ હવે ઘરમાં મા, ભાઇ, ત્રણ વર્ષની દીકરી હસવી અને પત્ની પૂનમ છે. અજય કુમારને અંતિમ વિદાય સમયે રાજસ્થાન પોલીસ અને સૈનિકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. આ સમયે વીર સપૂતના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

જણાવી દઈએ કે, અજય કુમાર ભારતીય સેનામાં 41 તોપખાનામાં નાયક હતા. તેઓ 2007માં સેનામાં ભરતી થયા હતા. અજય કુમાર ચાર મહિના પહેલા પરિવાર સાથે હોળી મનાવીને 15 માર્ચે લેહ લદ્દાખ ડ્યૂટી પર પહોંચ્યા હતા.

Image source

આ બધાથી અજાણ ત્રણ વર્ષની માસૂમ દીકરી હસવી એવું પૂછી રહી છે કે, પાપા ક્યારે ઉઠશે? આ સાંભળતા જ ત્યાં હા રહેલા સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા.

Image source

શહીદ અજય કુમારની અંતિમ યાત્રાના સમયે ક્લેક્ટર યૂડી ખાન, એસ.પી. જેસી શર્મા સહિત તમામ પ્રશાસનિક અધિકારીઓએ પુષ્પ અર્પિત કરીને વીર સપૂતને વંદન કર્યું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: