ફિલ્મી દુનિયા

તેરમી પછી સુશાંત સિંહ રાજપૂતની બહેને લખી પોસ્ટ,કહ્યું-મેં મારા નાના ભાઈને વિદાઈ આપી તો…

સુશાંત સિંહ રાજપૂતના નિધનના બે અઠવાડિયા પછી તેના ઘરના લોકોએ તેને છેલ્લું ગુડબાય કહ્યું છે. સુશાંતની તેરમી પછી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શ્રદ્ધાંજલિ આપી છે.

Image Source

શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે,”એક અંતિમ પ્રેમ અને સકારાત્મકતાની સાથે મેં મારા નાના ભાઈને વિદાઈ આપી છે. અપેક્ષા કરું છું કે જ્યાં પણ તમે છો, તમે હંમેશા ખુશ રહો…અમે હંમેશા તમને પ્રેમ કરશું”.

Image Source

શ્વેતાએ તસ્વીર પણ પોસ્ટ કરી હતી. જેમાં સુશાંતનો પૂરો પરિવાર તેની તસ્વીરની બાજુમાં બેઠેલો છે. તેની પહેલા એક પ્રેયર મીટનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં તેનો પરિવાર મહામૃત્યુંજયનો પાઠ કરી રહ્યા હતા.

Image Source

સુશાંતના પરિવારને સાંત્વના આપવા માટે અભિનેતા નાના પાટેકર પણ પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા. નાના પાટેકરે સુશાંતના પિતાને સંયમ રાખવા માટેનું કહ્યું અને એવું પણ કહ્યું કે સુશાંતને ઇન્સાફ ચોક્કસ મળશે. શેખર સુમન, ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહ, ખેસારી લાલ યાદવ અને મનોજ તિવારી પણ સુશાંતના ઘરે પહોંચ્યા હતા.

Image Source

સુશાંતના પરિવારે સુશાંત સિંહ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશન સિનેમા, સાઇન્સ અને સ્પોર્ટ્સ ફિલ્ડ સાથે જોડાયેલા ટેલેન્ટને સપોર્ટ કરશે. પરિવારે લખ્યું કે સુશાંતના જવાથી પરિવારમાં આ ખોટ ક્યારેય પુરી નહીં થાય.

Image Source

પરિવારે કહ્યું કે તેનું પટના સ્થિત ઘર એક મેચેરિયલમાંના રૂપમાં ફેરવવામાં આવશે. જેમાં સુશાંત સાથે જોડાયેલી દરેક વસ્તુઓને રાખવામાં આવશે. જેમાં તેના હજારો પુસ્તકો, તેનું ટેલિસ્કોપ, ફ્લાઇટ સિમ્યુલેટર જેવી દરેક વસ્તુઓને રાખવામાં આવશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.