ખબર

દુનિયાની સૌથી મોટી બેંક લૂંટ, ટ્રકોમાં ભરીને લઇ જવામાં આવ્યા હતા 7500 કરોડ રૂપિયા

અત્યાર સુધી આપણે ઘણી એવી ચોરીઓ વિશે સાંભળ્યું હશે, જેમાં લાખો અથવા કરોડો રૂપિયાની લૂંટ થઇ હશે. પરંતુ આજે અમે તમને એક એવી બેંક ચોરી વિશે જણાવવાના છીએ જે બેંક ચોરી ઇતિહાસમાં જ એક અનોખો મામલો છે. કારણ કે આ ચોરીની અંદર સીધી રીતે જ તે દેશના રાષ્ટ્રપતિનો દીકરો પણ સામેલ હતો.

Image Source

આ બેંકની અંદર થયેલી લૂંટમાં કુલ એક બિલિયન ડોલર એટલે કે આજની રીતે જોવા જઈએ તો લગભગ 7562 કરોડ રૂપિયાની લૂંટ થઇ હતી. આ ઘટના ઇરાકની છે. જ્યાં સેન્ટ્રલ બેંકમાંથી આટલી મોટી રકમની ચોરી થઇ હતી. આ ઘટનાને 17 વર્ષો વીતી ચુક્યા છે.

Image Source

આ ઘટના છે માર્ચ 2003ની. ત્યારે ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન હતા અને અમેરિકા સાથેની તેમની દુશ્મની તો જગજાહેર છે. એવું કહેવાય છે કે અમેરિકા ઇરાક ઉપર હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. તેના થોડા કલાક પહેલા સદ્દામ હુસૈનના દીકરા કુસય બગદાદ સ્થિત ઈરાકી સેન્ટ્રલ બેંક પહોંચ્યો અને બેંક પ્રમુખને એક ચીઠ્ઠી આપી.

Image Source

આ ચિઠ્ઠીની અંદર લખવામાં આવ્યું હતું કે સુરક્ષા કારણોના લીધે બેંકના બધાજ પૈસાને બીજી સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો આદેશ છે. હવે જોકે એ સમયે ઇરાકમાં સદ્દામ હુસૈનનો ડર હતો. કારણ કે તેમને એક તાનાશાહ માનવામાં આવતા હતા. માટે બેંકના પ્રમુખ કઈ ના બોલ્યા અને પૈસાને લઇ જવાની પરવાનગી આપી દીધી. આ સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો.

Image Source

એવું કહેવાય છે કે સદ્દામ હુસૈનના દીકરા કુસયે એટલા રૂપિયા લૂંટ્યા હતા કે તેને ટ્રકોમાં ભરી ભરી અને લઇ જવામાં આવ્યા હતા. તમને જાણીને પણ નવાઈ લાગશે કે લૂંટની રકમને ટ્રકોમાં ભરવા માટે પણ લગભગ પાંચ કલાક લાગ્યા હતા. કહેવામાં આવે છે કે બેંકોમાં હજુ પણ વધારે પૈસા હતા. પરંતુ તેને રાખવા માટે ટ્રકોમાં જગ્યા નહોતી. માટે તે પૈસાને ત્યાંજ છોડી દેવામાં આવ્યા.

Image Source

આ બેંક લૂંટની વાત દુનિયાભરમાં ત્યારે ફેલાઈ જ્યારે આ ઘટનાની તરત બાદ અમેરિકી સેનાએ ઇરાક ઉપર બોમ્બમારો શરૂ કરી દીધો. આ દરમિયાન ઈરાકી સેન્ટ્રલ બેંક ઉપર પણ તેમને કબ્જો જમાવી લીધો. પરંતુ તેમને ખબર હતી કે બધા પૈસા સદ્દામ હુસૈનનો દીકરો કુસાય લઇ ગયો છે.

Image Source

ત્યારબાદ ઘણી શોધખોળ ચાલી. સદ્દામ હુસૈનના મહેલમાં પણ તપાસ કરવામાં આવી, જ્યાં મોટા પ્રમાણમાં નોટો મળી. પરંતુ તે નોટો લૂંટની રકમનો ભાગ નહોતી. આ પૈસાને સદ્દામ હુસૈનના બીજા દીકરા ઉદયે પહેલાથી જ સાચવીને રાખ્યા હતા. કારણ કે તે મોટા પ્રમાણમાં કેસ રાખવાનો શોખીન હતો.

Image Source

એવું કહેવાય છે કે ઇરાકમાં અને બીજી પણ ઘણી જગ્યાએ શોધખોળ કરવામાં આવી. જેમાં કેટલાય સો કરોડ મળ્યા, પરંતુ બેંક લૂંટનો એક મોટો ભાગ ક્યારેય ના મળ્યો. અંદાજો લગાવવામાં આવે છે કે સદ્દામ હુસૈને તે પૈસાને સીરિયા મોકલી દીધા હશે. જો કે આ વાતની પણ કોઈ પાક્કી સાબિતી નહોતી. આ બેંક લૂંટ બાકી લૂંટ કરતા એટલા માટે પણ ખાસ હતી કે આ લૂંટમાં એકપણ ગોળી નથી ચાલી કે ના કોઈ મારપીટ થઇ હતી. બધું જ ખુબ જ આરામથી થયું હતું.