અહીં લગ્ન માટે તડપતી યુવતીઓ, મૂરતિયાઓની ભારે અછત – એક વાર જવા જેવું છે અહિયાં…જાણો ક્યાં આવ્યું

0
Image Source

મોટાભાગે એવું જોવામાં આવે છે કે કોઈ ક્ષેત્રમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે અને છોકરીઓની સંખ્યા ઓછી હોય છે. પણ એવું કદાચ પહેલી વાર સાંભળવામાં આવ્યું છે કે છોકરીઓની સંખ્યા એટલી વધારે છે કે તેઓને લગ્ન માટે યુવક મળવો પણ મુશ્કેલ છે. અહીંની યુવતીઓ લગ્ન માટે સપનાઓ જોવે છે અને પોતાના રાજકુમારની રાહ જોવે છે પણ તેઓની આ ઈચ્છા અધૂરી જ રહી જાય છે.

Image Source

અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલના નોઇવા નગરની, જે પહાડોનું વચ્ચે સ્થિત છે.અહીં પહાડીઓની વચ્ચે આ નાનું એવું નગર સ્થિત છે જ્યાની સુંદર મહિલોઓની લગ્નની ઈચ્છા પુરી થઈ રહી નથી. લગભગ 600 મહિલાઓ વાળા આ ગામમાં અવિવાહિત પુરૂષોનું મળવું ખુબ જ મુશ્કેલ છે.

Image Source

જો કે અહીંની યુવતીઓ એકદમ સુંદર, અપ્સરા જેવી છે પણ યુવકોની ખોટને લીધે લગ્ન કરવાથી વંચિત છે. જેમાનું પહેલું કારણ એ છે કે અહીંની યુવતીઓની સંખ્યા પુરુષોની તુલનામાં ખુબ વધારે છે. બીજું કારણ એ છે કે અહીંની યુવતીઓ લગ્ન કરીને પોતાના નગરને છોડવા નથી માગતી. લગ્ન પછી તેઓ પોતાના પતિ સાથે અહીં જ રહેવા માગે છે, જેને લીધે જે પુરુષો તેઓની સાથે લગ્ન કરે તેઓને અહીં જ નગરમાં રહેવું પડે છે. જેને લીધે પણ અહીંની મહિલાઓ અવિવાહિત જ રહી જાય છે.

Image Source

આ નગરમાં રહેનારી મહિલાઓની ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે છે. અહીંની મહિલાઓ ઈચ્છે છે કે લગ્ન પછી તેનો પતિ તેની સાથે આ જ નગરમાં રહે અને તેઓના કાયદા-કાનૂનનું પાલન કરે.જેને લિધે અહીંની ઘણી મહિલાઓ વિવાહિત તો છે જ પણ તેઓના પતિ તેની સાથે નથી રહેતા. મોટાભાગની મહિલાઓના પતિ કામ માટે અન્ય શહેરોમાં રહે છે. અહીં ખેતીવાડીથી લઈને અન્ય કામ પણ મહિલાઓ જ સંભાળે છે.

Image Source

કેવી રીતે મહિલા હુકુમતની શરૂઆત થઇ?:

Image Source

આ નગરની ઓળખાણ મજબૂત મહિલા સમુદાયને લીધે છે. તેની શરૂઆત નીવ મારિયા સેનહોરિનહા ડી લીમા એ કરી હતી, જેને અમુક કારણોને લીધે 1891 માં પોતાના ચર્ચ અને ઘરેથી બહાર કાઢી નાખવામાં આવી હતી. 1940 માં એનીસીયો પરેરા નામના એક પાદરીએ અહીંના વધતા સમુદાયને જોઈને અહીં એક ચર્ચની સ્થાપના કરી હતી. આ સિવાય તેણે અહીં રહેનારા લોકો માટે દારૂ ન પીવો, મ્યુઝિક ન સાંભળવું અને વાળ કાપવા જેવા જાત-જાતના નિયમ-કાયદા બનાવ્યા હતા. 1995 માં પાદરીના મૃત્યુ પછી અહીંની મહિલાઓએ નિણર્ય લીધી કે હવે તેઓ ક્યારેય કોઈ પુરુષ દ્વારા બનાવેલા નિયમ-કાયદા પર તેઓ નહિ ચાલ,અને પાલન નહીં કરે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here