ચીની સૈનિકો સાથે થયેલી આથડામણમાં ભારતે પોતાના 20 બહાદુર સિપાહીઓના જીવ ગુમાવ્યા, અને ઇતિહાસના ચોપડે તે હંમેશા માટે અમર બનીને રહી ગયા, આ દેશ તેમના બલિદાનને હંમેશા પોતાના દિલમાં વસાવીને રાખશે.

શહીદ થનારા જવાનોમાં કર્નલ સંતોષ બાબુ પણ હતા. હવે તેલંગાણા સરકાર દ્વારા કર્નલ સંતોષ બાબુ સહિત શહીદ થયેલા તમામ જવાનોને આર્થિક સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે.

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે રાજ્ય સરકાર તરફથી કર્નલ સંતોષ બાબુના પરિવારને 5 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તેમને એક રેસિડેન્સલ પ્લોટ પણ આપવામાં આવશે અને તેમની પત્નીને નોકરી પણ આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત શહીદ થનારા બીજા 19 જવાનો જે બીજા રાજ્યના પણ હતા એ તમામના પરિવારને તેલંગાણા સરકાર 10-10 લાખ રૂપિયાની સન્માન રાશિ આપશે.
Author: GujjuRocks Team