અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતાના અવાજથી ઝુમાવી રહેલી કિંજલ દવેએ એવી તસવીરો શેર કરી કે સૌના મનડા મોહી લીધા, જુઓ

USAમાં કોકીલકંઠી કિંજલ દવેનો પડી રહ્યો છે વટ્ટ, તસવીરો જોઈને ચાહકો પણ થઇ રહ્યા છે મંત્રમુગ્ધ, તમે પણ જુઓ

કિંજલ દવે આજે એક એવું નામ બની ગઈ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. આજે ફક્ત ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ કિંજલ દવેની આગવી ઓળખ છે. ચાર ચાર બંગળી વાળા ગીતથી ગુજરાતીઓના દિલમાં જગ્યા કરનાર કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે.

કિંજલ દવેના ગીતો ઉપર તો સૌની નજર હોય છે જ પરંતુ તેના સોશિયલ મીડિયા પર પણ લોકો નજર રાખીને બેઠા હોય છે અને તેની તસવીરો કે વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હાલ કિંજલ દવેની એવી જે કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઈને તેના ચાહકો પણ મંત્રમુગ્ધ બની ગયા છે.

નવરાત્રીમાં કિંજલ દવેએ ખુબ જ ધૂમ મચાવી હતી અને ખેલૈયાઓને મન મૂકીને ઝુમાવ્યા હતા. જેના બાદ હાલ કિંજલ દવે અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતાના અવાજના તાલ ઉપર ઝુમાવી રહી છે. આ દરમિયાન અમેરિકાના અલગ અલગ શહેરોમાં કિંજલ દવેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ગુજરાતીઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે.

કિંજલ દવે પણ આ કાર્યક્રમોની ઝાંખી તેના સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી રહે છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. અમેરિકામાં કાર્યક્રમો ઉપરાંત કિંજલ દવે ફરવાનો પણ આનંદ માણી રહી છે, અને પોતાના આ અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

હાલ એવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં ચણીયા ચોળીમાં સજ્જ કિંજલ દવે કોઈ અપ્સરા જેવી લાગી રહી છે. કિંજલ દવેએ આ પરિધાનમાં પોતાની ત્રણ તસવીરો શેર કરી છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. માત્ર 2 જ દિવસમાં આ તસવીરોને 80 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. આ ઉપરાંત ચાહકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ ઉપરાંત પણ કિંજલ દવેએ બીજી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીરમાં કિંજલ દવે કોઈ રેસ્ટોરન્ટ જેવી જગ્યમાં બેઠેલી જોવા મળી રહી છે. તો અન્ય એક તસવીરમાં તે કોઈ બેન્ચ ઉપર આરામ ફરમાવતી જોવા મળી રહી છે. આ તસવીરોને પણ 60 હજારની આસપાસ લોકો લાઈક કરી ચુક્યા છે અને ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરમાં કિંજલ કોઈ વિચારોમાં ખોવાયેલી હોય તેમ જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અમેરિકામાં પણ કિંજલ દવેના કર્યક્રમની અંદર ભારે ભીડ જોવા મળતી હોય છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ તેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જતા હોય છે. કિંજલ દવે ઉપરાંત ગીતાબેન રબારી અને બીજા અન્ય કલાકારો પણ હાલ અમેરિકાના પ્રવાસ પર છે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને ઝુમાવી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં અમેરિકા જતા સમયે કિંજલ દવે ફલાઇટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે ફલાઇટમાં ગાયક પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ભૂમિ ત્રિવેદી પણ જોવા મળ્યા હતા. આ વીડિયોની અંદર તમામ કલાકારો પોતાના શો જોવા આવવા માટેનું આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા.

Niraj Patel