મનોરંજન

આ ગુજરાતી અભિનેત્રીએ ખરીદી ચમચાતી લક્ઝુરિયસ BMW કાર, કહ્યું, “હવે વધુ મહેનત કરવી પડશે !” જુઓ તસવીરો

બૉલીવુડની જેમાં ગુજરાતી કલાકારોનો પણ એક મોટો ચાહકવર્ગ છે અને ઘણા ગુજરાતી અભિનેતા હિન્દી ટીવી ધારાવાહિક અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયના કારણે ખુબ જ નામના મેળવી  ચુક્યા છે. તેમનો ચાહક વર્ગ પણ ખુબ જ વિશાળ છે. આવી જ એક અભિનેત્રી છે ઈશા કંસારા.

ઈશા કંસારાએ હિન્દી ધારાવાહિકો ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા ફોલોઅર્સ છે અને તેના જીવન ઉપર પણ ચાહકો સતત નજર રાખતા રહે છે. ત્યારે હાલ ઈશા કંસારા તરફથી એક ખુબ જ ખાસ ખુશખબરી ચાહકોને આપવામાં આવી છે.

ઈશા કંસારાએ એક ખુબ જ શાનદાર અને લક્ઝુરિયસ કાર ખરીદી છે. જેની માહિતી તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ઢગલાબંધ તસવીરો શેર કરીને આપી છે. આ તસીવરોમાં ઈશા કાર ખરીદીને ખુબ જ ખુશ જોવા મળી રહી છે અને આ ખુશીઓની પળને જ ચાહકો સાથે વ્હેંચતી પણ જોવા મળી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે ઈશાએ ખુબ જ શાનદાર કેપશન પણ આપ્યું છે. ઈશાએ લખ્યું છે, “મારી પહેલી કારની કહાની. જીવનમાં ગોલ એક જ વારમાં પૂર્ણ થઇ જાય તો મજા નથી આવતી. થોડું સ્ટ્રગલ તો કરવું જ પડે છે. અને પછી ?? મહેનતનું ફળ મીઠું જ આવે છે. આભાર મારા પરિવારજનો અને મિત્રોનો આભાર કે જેમણે મારામાં વિશ્વાસ કર્યો અને મને જોખમ (EMI) લેવા માટે પ્રેરિત કરી. જ્યારે મને લાગ્યું કે હું તે કરી શકતી નથી, પણ અરે, શું આ મજા નથી ? (હવે વધુ કામ કરવું પડશે)

ઈશાએ આગળ લખ્યું કે, PS- કોણ એ વાતથી સહમત છે કે તેમની આસપાસ એક સૌથી સારી મહિલા ડ્રાઈવર છું ?” આ ઉપરાંત ઈશાએ આજ પોસ્ટમાં કારના શોરૂમનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈશાએ આ કાર અમદાવાદમાં આવેલા BMWના શોરૂમ પરથી ખરીદી છે.

ઈશાની આ તસવીરો પર ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. ચાહકો ઉપરાંત ઘણા બધા સેલેબ્સે પણ ઈશાને આ નવી કાર માટે શુભકામનાઓ પાઠવી છે, જેમાં મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, જિગરા અને મોનલ ગજ્જર જેવા ઘણા નામ સામેલ છે. તેમને અભિનંદનની કોમેન્ટ કરી છે.

ઈશા કંસારાએ આ કારની તસવીરો શેર કરવાની સાથે તેને કઈ કાર ખરીદી એ જાહેર નથી કર્યું. પરંતુ તસવીરોને જોતા જ આ કાર BMWની X1 કાર હોય તેમ દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેટ વેબસાઈટ પ્રમાણે આ કારની એકશોરૂમ કિંમત 45 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ કાર દેખાવમાં પણ ખુબ જ લક્ઝુરિયસ અને શાનદાર ફીચર્સ સાથે આવે છે.

ઈશા કંસારાનો જન્મ 20 ઓગસ્ટ 1996ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશ કંસારા છે. તેનો એક ભાઈ પણ છે. તેણે હિરામણી સ્કૂલ અને અમૃત જ્યોતિ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું.

ઈશાને બાળપણથી જ અભિનય અને નૃત્યનો ખૂબ જ શોખ હતો, જેના માટે તેઓ બાળપણમાં જ શાળાકીય અભ્યાસ સાથે ભરતનાટ્યમના વર્ગમાં જોડાયા હતા. આ પછી તે પહેલીવાર ઈન્ડિયા ડાન્સમાં જોવા મળી હતી. પરંતુ તેની ડાન્સ ઈન્ડિયા ડાન્સની સફર લાંબો સમય ન ચાલી અને આ શો તેને છોડી દીધો.

પછી તેને અભિનય તરફ તેની કારકિર્દી પસંદ કરી અને અભિનયના વર્ગો જોઇન કર્યા. પછી થોડા દિવસો પછી તે અભિનય સંપૂર્ણપણે શીખી ગઈ અને કામ શોધવા લાગી. ત્યારબાદ તેને એક ટીવી સિરિયલની ઓફર મળી, તેણે 2011માં મુક્તિ બંધન સિરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી. જેમાં તેણે દેવકી શાહનું પાત્ર ભજવ્યું હતું.

ઈશા કંસારા થોડા સમય પહેલા જ આવેલી મોટા પડદા ઉપર પ્રસારિત થયેલી ફિલ્મ “પ્રેમ પ્રકરણ”માં નજર આવી હતી. આ ફિલ્મમાં ઈશાના અભિનયને પણ દર્શકોએ ખુબ જ વખાણ્યો હતો, ઈશા સ્ટાર પ્લસના શો ‘જિંદગી મેરે ઘર આના’ સાથે ટેલિવિઝન પર પરત ફરી હતી. તે આ શોમાં અમૃતા સખુજાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.