ગરીબોના મસીહા સોનુ સુદે આ વ્યક્તિ માટે ચુલ્હા ઉપર બનાવી રોટલી, વીડિયો જોઈને લોકો બોલ્યા, “આ માણસ નહીં સાક્ષાત ભગવાન છે !” જુઓ
અભિનેતા સોનુ સુદ આજે એક મોટું નામ બની ગયો છે. કોરોના સમયમાં કરેલી લોકોની મદદ માટે આજે તેને લોકો ભગવાન તરીકે પૂજે છે, કોરોના બાદ પણ સોનુ સુદની મદદનો પ્રવાહ હજુ પણ અવિરત વહી રહ્યો છે. આજે પણ સોનુ સુદ જેને પણ મદદની જરૂર હોય તેના સુધી મદદ પહોંચાડે છે. ત્યારે હાલમાં સોનુ સુદનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ફરી એકવાર લોકોના દિલ પીગળી ગયા છે અને સોનુ સુદની વાહ વાહ થઇ રહી છે.
આ વીડિયોમાં જણાવ્યા પ્રમાણે સોનુ સૂદ એક મિત્ર સાથે કારમાં જિમ જઈ રહ્યો છે. આ દરમિયાન સોનુ સૂદ રસ્તામાં એક ગાર્ડને જુએ છે જેઓ તવા પર રોટલી બનાવી રહ્યા છે. આ જોઈને સોનુ તેની કાર રોકે છે અને તે પછી જે ઘટના બને છે એ વીડિયોમાં જોઈને લોકો પણ સોનુ સુદની પ્રસંશા કરવા લાગી ગયા.
અભિનેતા સોનુ સુદ કાર રોકે છે અને ગાર્ડ પાસે જાય છે અને તેમની સાથે રોટલી બનાવવા લાગે છે. આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી. માત્ર 1 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો ભારતના લોકોના દિલને સ્પર્શી ગયો. ઘણા લોકોએ અભિનેતાના આ સ્વભાવના વખાણ કર્યા તો કેટલાકે તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવ્યો.
यहाँ पकी रोटी का स्वाद देश का बड़े से बड़े 5 स्टार होटेल नहीं दे सकता ❤️ pic.twitter.com/pDBbliDZBX
— sonu sood (@SonuSood) October 18, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા જ કલાકોમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. હજારો લોકોએ વીડિયોને માત્ર લાઈક જ નહીં પરંતુ રિટ્વીટ પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.