શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના દિવસે કોકિલ કંઠી કિંજલ દવેએ ભાવિ પતિ અને પરિવાર સાથે શિવજીની કરી ખાસ પૂજા, જુઓ તસવીરો

ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના ગીતોના કારણે હંમેશા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. તેનો કોકીલ કંઠી અવાજ દર્શકોના મનડાં મોહી લે છે, ત્યારે કિંજલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે.

કિંજલ દવેના ચાહકો પણ તેની તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ કિંજલ દવે ઉદેપુરમાં તેના ભાવિ પતિ પવન જોશી સાથે રજાઓ મનાવવા માટે ગઈ હતી, ત્યાંથી પણ તેની ઘણી જ તસવીરો અને વીડિયો તેને પોસ્ટ કર્યા હતા, જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કર્યા.

ત્યારે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. અને સાથે આજે યોગાનુયોગ સોમવારના દિવસે જ સોમવતી અમાસ પણ આવી છે. જેના કારણે આજે લાખો શ્રદ્ધાળુઓ સોમવતી અમાસના દિવસે શિવજીના મંદિરે દર્શન કરી અને પવન બનશે. આ સોમવતી અમાસના દિવસે કિંજલ દવે પણ તેના ભાવિ પતિ સાથે શિવજીના મંદિરમાં પૂજા કરતી જોવા મળી.

કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી અને તેના પરિવાર સાથે શિવજીના મંદિરમાં પૂજા કરતી કેટલીક તસ્વીરોમાં જોવા મળી હતી. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોને પવન જોશીએ જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી છે.

પવન જોશીએ આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને છેલ્લો સોમવાર છે તો દરેક ને મારા ઓમ નમ : શિવાય , સાથે સાથે આજે સોમવતી અમાસ પણ છે અને શિવયોગ , સિદ્ધયોગ અને માદનક્ષત્ર હજારો વર્ષો પછી આ યોગ બન્યો છે તો આજે અચૂક મહાદેવના દર્શનનો લ્હાવો લેવો ..ૐ”

આ ઉપરાંત કિંજલ દવેએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર વીડિયો અને તસવીરો શેર કરી અને શિવજીના મંદિરમાં કરેલી આ પૂજાની જાણકારી આપી છે. આ તસ્વીરોમાં કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશી સાથે તેનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે.

કિંજલ દવે આજે ગુજરાતના દરેક ગામમાં, દરેક ઘરમાં એક આગવી ઓળખ ધરાવે છે, તેનું “ચાર ચાર બંગડી” ગીત તો દેશમાં જ નહિ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રક્ષાબંધનના પ્રસંગે પણ કિંજલે તેના ભાઈ આકાશ દવે સાથે સુંદર વીડિયો રજૂ કર્યો હતો.

Niraj Patel