કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે કર્યા ગોવિંદાના ચરણ સ્પર્શ, આરતીના લગ્નમાં આવવા પર કહી આ વાત

‘મામા આવ્યા બહુ ખુશી થઇ’ બહેનના લગ્નમાં ગોવિંદાને જોઇ ઇમોશનલ થયો કૃષ્ણા અભિષેક, કાશ્મીરાએ કર્યા સસરાના પગ સ્પર્શ

વિવાદ ભૂલી આરતીના લગ્નમાં સામેલ થયા મામા ગોવિંદા, તો કૃષ્ણા અભિષેક થયો ઇમોશનલ, બોલ્યો- એ દિલની વાત છે…

કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહના લગ્ન થઈ ગયા છે. 25 એપ્રિલના રોજ જુહુના ઇસ્કોન મંદિરમાં દીપક ચૌહાણ સાથે આરતીએ સાત ફેરા લીધા હતા. આરતીના લગ્નમાં મામા ગોવિંદાના આગમનની રાહ જોવાઈ રહી હતી. ગોવિંદા લગ્ન પહેલાના ફંક્શનમાં તો નહોતા આવ્યા જેના કારણે બધાને લાગ્યું કે તે લગ્નમાં પણ નહિ આવે. જો કે ગોવિંદાએ આરતીના લગ્નમાં આવીને બધાને ચોંકાવી દીધા. ગોવિંદાએ એ મામાની ફરજ નિભાવી અને ભાણી આરતી સિંહના લગ્નમાં આનંદ સાથે એન્ટ્રી કરી.

ગોવિંદા બ્લેક સૂટમાં હંમેશાની જેમ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. ગોવિંદાના લગ્નમાં આવવા પર પુત્રવધૂ કાશ્મીરા શાહ અને ભાણિયા કૃષ્ણા અભિષેકે ખુશી વ્યક્ત કરી. બંનેએ કહ્યું- ‘આજે અમે બધા ખૂબ ખુશ છીએ. મામા આવ્યા એટલે બહુ ખુશ. હું તેમને જોઈને ખૂબ ખુશ થયો. એ દિલની વાત છે. અમારી વચ્ચે ઇમોશનલ જોડાણ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું કાશ્મીરાએ ગોવિંદાના પગને સ્પર્શ કર્યો, તો અભિનેત્રીએ કહ્યું – ‘બિલકુલ, આ કહેવાની વાત છે કંઇ. તેમણે મારા બંને બાળકોને આશીર્વાદ આપ્યા.

જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતાનો કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમના પરિવારનો આંતરિક વિખવાદ લોકો સમક્ષ પણ આવી ગયો. ઘણી વખત ગોવિંદા અને સુનીતાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. ગોવિંદા ધ કપિલ શર્માના શોમાં ઘણી વખત આવ્યો હતો પરંતુ કૃષ્ણા અભિષેક તે એપિસોડનો ભાગ નહોતો,

ત્યારબાદ કૃષ્ણાની પત્ની કાશ્મીરા અને ગોવિંદાની પત્ની સુનીતાએ ઘણી વખત એકબીજા પર ટિપ્પણી કરી છે. જો કે, ઘણા વર્ષોનો વિવાદ ભૂલી ગોવિંદા ભાણીના લગ્નમાં પહોંચ્યા હતા. આરતીના લગ્નમાં પહોંચીને ગોવિંદાએ બધાને સરપ્રાઈઝ આપ્યુ. આરતી સિંહના ફેરા પહેલાં ગોવિંદા પુત્ર હર્ષવર્ધન સાથે સ્વેગમાં વેન્ડિંગ વેન્યુમાં પ્રવેશ્યા.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

જો કે તેઓએ મીડિયા સાથે વધુ વાત કરી નહિ ફણ આરતી સિંહના ભાઈ અને ભાભી એટલે કે કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે ગોવિંદા વિશે વાત કરી હતી. વાસ્તવમાં લગ્ન પહેલા બંનેએ કહ્યું હતું કે ગોવિંદાને આરતી સિંહ સાથે કોઈ અણબનાવ નથી. આવી સ્થિતિમાં તેઓએ લગ્નમાં હાજરી આપવી જોઈએ. તે આવશે તો અમે બંને તેમના ચરણ સ્પર્શ કરીશું અને માફી માંગીશું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

હવે જ્યારે ગોવિંદા આખરે આરતી સિંહને આશીર્વાદ આપવા પહોંચ્યા ત્યારે મીડિયાએ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહને પૂછ્યું કે શું તેઓએ તેમના મામાના પગ સ્પર્શ્યા ? આ અંગે કૃષ્ણા અને કાશ્મીરાએ કહ્યું કે લગ્ન દરમિયાન બંનેએ ગોવિંદાના ચરણ સ્પર્શ કર્યા. આ સાથે કાશ્મીરાએ એ પણ જણાવ્યું કે ગોવિંદાએ તેના બંને પુત્રોને આશીર્વાદ આપ્યા હતા અને એટલે તે ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina