કિયારાની વિદાયમાં ખૂબ રડ્યા મમ્મી અને ભાઇ, સિદ્ધાર્થે ઘરના મોટા દીકરાની જેમ સંભાળી સિચ્યુએશન

વિદાયમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી કિયારા અડવાણીની મમ્મી, સિદ્ધાર્થે કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

7 ફેબ્રુઆરી 2023ના રોજ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બોલિવુડના શાહી લગ્ન થયા. જેસલમેરની સૌથી મોંઘી અને આલીશાન હોટલ સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાયા. આ શાહી લગ્નએ ઇન્ટરનેટ પર ખૂબ જ લાઇમલાઇટ લૂંટી. એકબીજાનો બાથ થામી હંમેશા માટે એકબીજાના હમસફર બની ચૂકેલા સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

શાહી લગ્નમાં કોઇ પણ મહેમાનોને કોઇ તકલીફ ન થાય તેના માટે ખૂબ જ સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવામાં આવ્યુ હતુ. રાજસ્થાનના રજવાડી સ્ટાઇલમાં થયેલ આ લગ્નમાં કિયારા અડવાણીના રોયલ બ્રાઇડલ લુકની ઘણી ચર્ચા થઇ હતી. આ ઉપરાંત તેની કલીરોએ તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ મેળવવામાં કોઇ કસર નહોતી બાકી રાખી. પરિવાર, મિત્રો અને કેટલાક સ્પેશિયલ મહેમાનોની હાજરીમાં થયેલ આ લગ્ન પર પૂરા દેશની નજર ટકેલી હતી.

જણાવી દઇએ કે, લગ્ન બાદ જ્યારે વિદાયની વેળા આવી ત્યારે કિયારા અડવાણી, તેની માતા અને તેનો ભાઇ ધ્રુસકેને ધ્રુસકેને રડી પડ્યા. બધા જાણે છે કે દીકરીની વિદાય એવી પળ હોય છે જેમાં કોઇ કેટલું પણ કઠોર કેમ ન હોય, તો પણ તેની આંખોમાં પણ આંસુ આવી જ જાય છે. કંઇક આવો ભાવુક નજારો કિયારાની વિદાયમાં પણ જોવા મળ્યો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ફેરા બાદ જ્યારે પરિવાર વિદાયની તૈયારીમાં જોડાયો તો માહોલ ઇમોશનલ થઇ ગયો.

કિયારાની માતા જેનેવિજ અને તેનો ભાઇ મિશાલ અડવાણી રડવા લાગ્યા. આ જોઇ બધા ઇમોશનલ થઇ ગયા. અહીં સુધી કે કિયારા પણ ધ્રુસકેને ધ્રુસકેને રડવા લાગી. ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ત્યાં પહોંચ્યો અને તેણે બધા માહોલને લાઇટ કરી દીધો. ખબર એવી છે કે આ દરમિયાન તેણે કહ્યુ કે તે ઘરનો જમાઇ નહિ પણ દીકરો બનવા માગે છે.

આ વાત સાંભળી પૂરા પરિવારના ચહેરા પર મુસ્કાન આવી ગઇ. તે બાદ વિદાયની રસ્મ અદા કરવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નના એક એક ઇંતજામને પોતે હેન્ડલ કર્યો. તે ઇચ્છતો હતો કે કોઇ પણ મહેમાનને કોઇ પણ પરેશાની ના થાય.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

લગ્નમાં કિયારાએ ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. લહેંગામાં રોમન આર્કિટેક્ચરની જટિલ ભરતકામની વિગતો પણ દર્શાવવામાં આવી હતી. જે ગુંબજના શહેર માટે નવપરિણીત યુગલના વિશેષ પ્રેમથી પ્રેરિત છે. કિયારા અને સિદ્ધાર્થએ તેમના લગ્નની ઝલક દેખાડતો એક વીડિયો આજે પોસ્ટ કર્યો હતો જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેઓએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા અને માત્ર નજીકના પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપ્યું. મીરા રાજપૂત, શાહિદ કપૂર, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, જુહી ચાવલા અને અન્ય લોકો હાજર રહ્યા હતા. 8 ફેબ્રુઆરીએ તેઓ જેસલમેરથી દિલ્હીમાં સિદ્ધાર્થના વતન જવા નીકળ્યા હતા. 9 ફેબ્રુઆરીએ તેઓ મિત્રો અને પરિવાર સાથે દિલ્હીમાં રિસેપ્શનમાં સામેલ થયા હતા.

Shah Jina