કિયારા અડવાની બાદ વધુ એક અભિનેત્રીએ કર્યા લગ્ન, ‘દ્રશ્યમ 2’ ડાયરેક્ટર સાથે લીધા સાત ફેરા, લાલ જોડામાં લાગી એકદમ રાજકુમારી જેવી

OMG વધુ એક લગ્ન: ‘દ્રશ્યમ 2’ના ડાયરેક્ટર સાથે લીધા આ અભિનેત્રી એ લીધા સાત ફેરા, લાલ જોડામાં કેટરીનાથી પણ લાગી સુંદર, જુઓ તસવીરો

બોલિવુડમાં લગ્નનો માહોલ ચાલુ છે. અથિયા શેટ્ટી-કેએલ રાહુલ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાયા. ત્યાં હવે વધુ એક એક્ટ્રેસ અને ડાયરેક્ટર લગ્નના બંધનમાં બંધાયા છે. ‘દ્રશ્યમ 2’ના ડાયરેક્ટર અભિષેક પાઠક ‘ખુદા હાફિસ’ અભિનેત્રી શિવાલિકા ઓબરોય સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. આ લવિંગ કપલ 9 ફેબ્રુઆરીએ ગોવામાં જન્મોજન્મના બંધનમાં બંધાયુ હતુ.

દુલ્હા-દુલ્હન બંનેએ મનીષ મલ્હોત્રાના કલેક્શનથી વેડિંગ આઉટફિટ પહેર્યો હતો. શિવાલિકા અને અભિષેકે તેમના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિવાલિકા ઓબરોય અને અભિષેક પાઠકની વેડિંગ મોડર્ન ટચ સાથે ટ્રેડિશનલ હતી. કપલના ઇંટીમેટ વેડિંગમાં ક્લોઝ ફ્રેન્ડ્સ, ફેમીલી મેમ્બર્સ અને ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સામેલ થયા.

અજય દેવગન-અમન દેવગન, કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, વિદ્યુત જામવાલ, સની સિંહ, ભૂષણ કુમાર, નિર્દેશક લવ રંજન, ઇશિતા રાજ શર્મા અને કેટલાક બીજા સેલેબ્સ લગ્નમાં સામેલ થયા હતા. 8 ફેબ્રુઆરીએ પ્રી વેડિંગ સેરેમની બાદ 9 ફેબ્રુઆરીએ કપલે ફેરા ફર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- પ્રેમ તમને નથી મળતો, તે તમને શોધે છે. ડેસ્ટિની, ફેટ અને સ્ટાર્સમાં શું લખ્યુ છે તેનાથી ઘણુ લેવા દેવા છે.

9 ફેબ્રુઆરી 2023ના રોજ પોતાના વચ્ચે અમે એવી જગ્યાએ લગ્ન કર્યા જ્યાં અમારા સંબંધનો પરવાન ચઢે. આ હંમેશા અમારા જીવનનો સૌથી મેજિક પળ રહેશે. પ્રેમથી ભરેલા દિલ અને ઘણી બધી યાદો સાથે અમે વધુ ખાસ બનાવવા માટે આ નવી જર્નીને એકસાથે શરૂ કરવા માટે રાહ નથી જોઇ શકતા. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

જણાવી દઇએ કે, ‘દ્રશ્યમ 2’ને મળેલી સુપર સક્સેસને કારણે અભિષેક પાઠક માટે 2022 શાનદાર વર્ષ રહ્યુ. ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો. ફિલ્મમાં અજય દેવગન, શ્રિયા શરન, તબ્બુ, અક્ષય ખન્ના, ઇશિતા દત્તા હતા. આ ફિલ્મ નિશિકાંત કામતની 2015માં આવેલી ફિલ્મ ‘દ્રશ્યમ’ની સીક્વલ હતી. ત્યાં શિવાલિકા ઓબરોયની વાત કરીએ તો, તેણે વર્ધન પુરી સાથે ‘યે સાલી આશિકી’થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by ABHISHEK PATHAK (@abhishekpathakk)

અભિનેત્રીએ ‘ખુદા હાફિસ’ના બંને પાર્ટમાં કામ કર્યુ છે. અભિષેક પાઠક ‘ખુદા હાફિસ’ના મેકર હતા અને આ ફિલ્મના સેટ પર જ તેમને શિવાલિકા સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારે હવે આ જોડાએ તેમના પ્રેમને લગ્નનું નામ આપી દીધુ છે.

Shah Jina