કાર્તિક આર્યન અને સારા અલી ખાનનું થયુ પેચઅપ ? પ્રપોઝ ડે પર સાથે જોવા મળ્યા લવ બર્ડ્સ ! ચાહકો થઇ ગયા ખુશખુશાલ

ઉદયપુરમાં એકસાથે વેકેશન મનાવી રહ્યા છે કાર્તિક-સારા ? શેર કરી રહ્યા છે એક જ જગ્યાની તસવીરો, ચાહકો લગાવી રહ્યા છે પેચઅપના ક્યાસ

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ શહેઝાદાનું ખૂબ પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન કાર્તિક સાથે કૃતિ સેનન પણ નજર આવે છે, જે ફિલ્મમાં કાર્તિક સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પણ આ બધા વચ્ચે કાર્તિક આર્યન તેની એક્સ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોવા મળ્યો. બંનેને સાથે જોઇ ચાહકો તો હેરાન રહી ગયા હતા. જે બાદ કાર્તિક અને સારાની તસવીરો જંગલમાં આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઇ ગઇ. આ તસવીરો પર ચાહકોએ ખૂબ રિએક્શન્સ પણ આપ્યા.

કાર્તિક આર્યન અને સારા અલી ખાન ઉદયપુરમાં છે અને બંને એકસાથે ચિલ કરી રહ્યા છે. બંનેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બંને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં કાર્તિક વ્હાઇટ ટી શર્ટ અને શર્ટમાં જોવા મળી રહ્યો છે, ત્યાં સારા વ્હાઇટ ક્રોપ ટોપમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે બંને તેમની મસ્તીમાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઘણી વાયરલ થઇ અને સાથે ચાહકોએ પણ આના પર પ્રતિક્રિયા આપી.કેટલાક લોકોએ કમેન્ટ કરી લખ્યુ કે, જૂની યાદો તાજા થઇ ગઇ.

આ તસવીરો પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- નજર ના લાગે. એક અન્ય યુઝરે લખ્યુ- શું આ સાચે જ સાથે છે. ત્યાં એકે લખ્યુ- શું આ બંનેનું પેચઅપ થઇ ગયુ. ઘણા લોકો સારા અને કાર્તિકને ફરી એકવાર સાથે જોઇ ઘણા ખુશ છે. સારા અલી ખામે ઇન્સ્ટા સ્ટોરી પર એ હોટલની તસવીર પણ શેર કરી હતી, જેમાં તે રોકાઇ હતી. આ ઉપરાંત કાર્તિકે પણ ઉદયપુરમાં ઝીલ કિનારાની એક તસવીર શેર કરી હતી, જેમાં અભિનેતાનો ચહેરો જોવા મળ્યો નહોતો. જો કે, આ ફોટા જોઈને કોઈને અંદાજો નહીં હોય કે બંને સાથે છે.

કાર્તિક આર્યન અને સારા અલી ખાન ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ ચાલી ન હતી પરંતુ બંનેની જોડી હિટ રહી હતી. ત્યારે હવે બંનેને સાથે જોઈને ચાહકો ખુશ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં કોફી વિથ કરણના એક એપિસોડમાં સારા અલી ખાને કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. કહેવાય છે કે કાર્તિક આર્યન અને સારા અલી ખાન ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ નજીક આવ્યા હતા. તે દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો,

જેમાં કાર્તિક આર્યનના ફેન્સ સારા અલી ખાનને ભાભી-ભાભી કહેતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો હતો. જો કે, બંનેના બ્રેકઅપની જાહેરાત કરણ જોહરે ‘કોફી વિથ કરણ’ સીઝન 7 દરમિયાન કરી હતી. તેણે કહ્યું હતું કે કાર્તિક અને સારા ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. કાર્તિક હાલમાં તેની આગામી ફિલ્મ ‘શહેઝાદા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની ફિલ્મની હિન્દી રિમેક હશે. આ સિવાય કાર્તિક ‘કેપ્ટન ઈન્ડિયા’ અને ‘સત્યપ્રેમ કી કથા’માં પણ જોવા મળશે. જ્યારે સારા પાસે લગભગ 3-4 ફિલ્મો છે. તે લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કૌશલ પણ જોવા મળશે. તે પછી તે ‘એ વતન મેરે વતન’માં પણ જોવા મળશે.

Shah Jina