‘ચક દે ઇન્ડિયા’ની આ અભિનેરીએ લીધા સાત ફેરા..અભિનેત્રીના વેડિંગ લુકે જીત્યુ દિલ.. જુઓ લગ્નની તસવીરો
ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’થી મશહૂર થયેલી તાન્યા અબરોલે તેના બોયફ્રેન્ડ આશીષ વર્મા સાથે લગ્ન કરી લીધા છે. ‘ચક દે ઇન્ડિયા’ની બલબીર ગુરુવારે આશીષ વર્માની દુલ્હનિયા બની હતી. તાન્યાના લગ્નમાં બિગબોસ વિનર અને ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક પણ પતિ અભિનલ શુક્લા સાથે નજર આવી હતી.
લગ્નના અવસર પર દુલ્હન બનેલી તાન્યા સાથે બંનેએ તસવીરો પણ ક્લિક કરાવી હતી અને તાન્યાને નવી જીવનની પારીની શુભકામના પાઠવી હતી. કોમલ ચૌટાલા એટલે કે ચિત્રાશી રાવતના લગન બાદ ‘ચક દે ઇન્ડિયા’ ગર્લ્સ ફરી રીયુનાઇટ થઇ. ફિલ્મની વઘુ એક કો-સ્ટાર તાન્યા અબરોલના લગ્નમાં તેઓ હાજર રહ્યા હતા.
તાન્યાએ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ આશીષ વર્મા સાથે સાત ફેરા લીધા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્ન કસૌલીમાં થયા હતા, જ્યાં ઘણા સ્ટાર્સ એકઠા થયા હતા. ખાસ વાત એ છે કે 4 ફેબ્રુઆરીે જ ફિલ્મમાં કોમલનું પાત્ર નિભાલનારી ચિત્રાશી રાવતે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને આ દરમિયાન 12 વર્ષ બાદ ‘ચક દે ઇન્ડિયા’ની સ્ટાર કાસ્ટ રીયુનાઇટેડ થઇ હતી.
તાન્યાએ લગ્નમાં ડાર્ક પિંક અને ગ્રીન બ્રાઇડલ લહેંગો પહેર્યો હતો, જેની સાથે તેણે ગેવી જ્વેલરી કેરી કરી હતી. ચક દે ઇન્ડિયાની કો સ્ટાર વિદ્યા માલવડેએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરી લખ્યુ- બલબીર કૌર બની તાન્યા આશીષ વર્મા. અમારી તાની પાજીના લગ્ન થઇ ગયા. એક સપ્તાહની અંદર અમારી ટીમના બે સૌથી નાના સભ્ય લગ્નના બંધનમાં બંધાયા.
અમે તેમના માટે જીવનભરની ખુશી, પ્રેમ અને હસીની દુઆ કરીએ છીએ. જેમ કે તમે પાછળની કેટલીક પોસ્ટ જોઇ રહ્યા છો. આટલો બધો અનમોલ સમય અમે સાથે વીતાવ્યો. આ સપ્તાહ બધાની સાથે, પ્રેમ, આશીર્વાદના સાગર જેવો હતો, જે સપ્તાહ ભર અમારી સાથે રહ્યો.
જણાવી દઇએ કે, તાન્યાએ તેના કરિયરની શરૂઆત 2007માં આવેલી ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’થી કરી હતી. તે ઉપરાંત તેણે ટીવી પાલમપુર એક્સપ્રેસ, કુછ તો લોગ કહેંગે, CID અને પંજાબી ફિલ્મ મિલે ના મિલે હમમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.
View this post on Instagram