ખજુરભાઈના ઘરમાં જે કંકુ પગલાં પાડવાના છે એવા મીનાક્ષી દવેએ શેર કરી તેમની શાનદાર તસવીરો, જોઈને તમારા મનડા મોહી જશે, જુઓ

New pictures of Khajurbhai’s fiancee Meenakshi : ગુજરાતીઓ માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈને કોણ નથી ઓળખતું, પોતાના કોમેડી વીડિયો દ્વારા ગુજરાતીઓના દિલમાં જગ્યા બનાવનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ આજે પોતાના સેવાકીય કાર્યો દ્વારા કેટલાય લોકો માટે ભગવાન બની ગયા છે અને ખજુરભાઈને આખું ગુજરાત ખુબ જ પ્રેમ પણ કરે છે. ત્યારે ખજુરભાઈ પોતાના જીવન સાથે જોડાયેલી બાબતો પણ તેમના સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.

ગરીબોના મસીહા છે ખજુરભાઈ :

ખજુરભાઈએ અત્યાર સુધી સેંકડો લોકોને નવા ઘર બનાવી આપ્યા છે, તો કેટલાય લોકોને રોજગારી પણ પુરી પાડી છે. ત્યારે નીતિન જાનીની એક ઝલક જોવા માટે પણ તેમના ચાહકો ઉત્સુક રહેતા હોય છે. થોડા સમય પહેલા જ નીતિન જાની સગાઈના બંધનમાં બંધાયા હતા. જેની તસવીરો પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.

મીનાક્ષી દવે સાથે થઇ છે સગાઈ :

નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. મીનાક્ષી કોઈ મોટી સેલેબ્રીટી નથી કે ના કોઈ મોટી ઓળખ ધરાવે છે. ખજુરભાઈ અને મીનાક્ષીની સગાઈ થવી એ પણ પ્રેમ સંબંધમાં નથી થઇ. નીતિન ભાઈની માતાને મીનાક્ષી પસંદ આવી અને બંને પરિવારો વચ્ચે વાત થતા ખજુરભાઈને પણ મીનાક્ષી પસંદ આવી જતા તેઓ સગાઈ માટે રાજી થઇ ગયા.

મીનાક્ષીનું પણ વધ્યું ફેન ફોલોઇંગ :

સગાઈ બાદ નીતિનભાઈ અને મીનાક્ષી અવાર નવાર સ્પોટ થતા હોય છે. ત્યારે હવે નીતિનભાઈના ચાહકો મીનાક્ષીને પણ સોશિયલ મીડિયામાં ફોલો કરવા લાગ્યા છે અને મીનાક્ષી દ્વારા શેર કરવામાં આવતી તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરતા હોય છે. મીનાક્ષી દ્વારા શેર કરવામાં આવતી તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતી હોય છે અને હજારો લોકો તેને લાઈક કરે છે.

હાલમાં શેર કરી લેટેસ્ટ તસવીરો :

ત્યારે હાલમાં જ મીનાક્ષીએ પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જે તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. મીનાક્ષીએ અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતી ઘણી બધી તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો પર ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ કરીને મીનાક્ષીના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. થોડી મિનિટો પહહેલા જ પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોને હજારો લોકો લાઈક કરી ચુક્યા છે.

થોડા દિવસ પહેલા હતો જન્મ દિવસ :

થોડા દિવસ પહેલા જ મીનાક્ષી દવેનો જન્મ દિવસ પણ હતો અને આ નિમિત્તે પણ મીનાક્ષીએ ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી. આ તસ્વીરોમાં મીનાક્ષી તેના પરિવાર સાથે જોવા મળી રહી હતી. પરંતુ આ દરમિયાન ખજુરભાઈ જોવા મળ્યા નહોતા. ત્યારે ચાહકોએ પણ ખજુરભાઈને કોમેન્ટમાં યાદ કર્યા હતા. નીતિન જાની અને મીનાક્ષી દવેની જોડીને ચાહકો ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel