ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટાર નરેશ કનોડિયાનો અસલ અંદાજ દેખાયો દીકરા હિતુ કનોડિયામાં, જાગ રે માલણ જાગ, ગીત પર એવો અભિનય કર્યો કે… જુઓ વીડિયો

ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાયો અભિનેતા હિતુ કનોડિયાનો જબરદસ્ત અંદાજ, જોઈને ચાહકો પણ થઇ ગયા મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

Hitu Kanodia Jagre Malan Jaag : ગુજરાતી ફિલ્મોએ આજે વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કર્યું છે. આજે ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટર સુધી જતા હોય છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ ખુબ જ સારી કમાણી કરે છે. ગયા અઠવાડીએ જ રિલીઝ થયેલી ફિલ્મ “3એક્કા”એ એક જ સપ્તાહમાં 12 કરોડથી પણ વધુ કમાણી કરીને ઇતિહાસ રચી દીધો.

“3 એક્કા” ફિલ્મમાં જબરદસ્ત અભિનય :

આ ફિલ્મની અંદર મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની તિકડીએ ધમાલ મચાવી દીધી. આ ત્રણ કલાકારો ઉપરાંત અભિનેતા હિતુ કનોડિયાએ પણ આ ફિલ્મમાં જબરદસ્ત ભૂમિકા નિભાવી છે. હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટાર દિવંગત અભિનેતા નરેશ કનોડિયાના જ દીકરા છે.

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે મોટું નામ :

જેમ પેલી કહેવત છે ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે તેમ હિતુ કનોડિયાએ પણ જાણે માતાના ગર્ભમાંથી અભિનય શીખ્યો હોય તેમ ઇન્ડસ્ટ્રીમાં આજે મોટું નામ બનાવી ચુક્યા છે. હિતુ કનોડિયાએ પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના અભિનયથી દર્શકોને પણ દીવાના બનાવી દીધા છે.

સોશિયલ મીડિયા રહે છે એક્ટિવ :

ત્યારે હિતુ કનોડિયા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવન સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો પણ શેર કરતા રહે છે. આ ઉપરાંત તે તેમની પત્ની મોના થીબા સાથે પણ ડાન્સ વીડિયો બનાવે છે અને શેર કરતા હોય છે. આ વીડિયો ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે.

પિતાના ઘણા ગીતો કર્યા છે રીક્રીએટ :

હિતુ કનોડિયાએ તેમના પિતા નરેશ કનોડિયાના ઘણા ગીતો પણ રીક્રીએટ કર્યા છે અને આ વીડિયો પણ ખુબ જ વાયરલ થયા છે. ત્યારે હાલમાં જ તેમને એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેને પણ દર્શકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. હિતુ કનોડિયાએ જે વીડિયો બનાવ્યો છે તે ફિલ્મ “મેરુ માલણ”ના ગીત “જાગ રે માલણ જાગ” પર બનાવ્યો છે.

જાગ રે માલણ જાગ ગીત પર બનાવ્યો વીડિયો :

આ વીડિયોની અંદર હિતુ કનોડિયા જેલની અંદર એક કેદી તરીકે જોવા મળે છે. તેમને કપડાં પણ જેલના કેદીના જ પહેર્યા છે અને તેમના શર્ટ પર કેડી નંબર 186 છે. તૅમની આંખોમાં ઉદાસી અને આંસુ જોવા મળી રહ્યા છે. સાથે જ ગીતના શબ્દો પર તે લિપસિંગ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગીતની અંદર ફ્લેશબેકમાં મોના થીબા અને હિતુ કનોડિયાનો પ્રેમ પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે :

2 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ચાહકો તેના પર ભરપૂર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે હિતુ કનોડિયાએ કેપશનમાં લખ્યું છે, “જાગ નહીતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું….. પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરૂ…..”

Niraj Patel