ખબર

આખરે ફળોના રાજા કેસર કેરીનું આગમન, બોક્સનો ભાવ બાપ રે બાપ…

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઉનાળાએ પણ તેનો રેંગ દેખાડવાનું શરૂ છે. ઉનાળાની શરૂઆત થતા જ બધા લોકોને કેરી યાદ આવી જ જાય છે. કેરીનું નામ સાંભળતા જ નાનાથી મોટા લોકોને મોઢામાં પાણી
આવી જાય છે.

Image source

આ વર્ષે કેરી સીઝન 15 દિવસ મોડી શરૂ થઇ છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકશાન થયું છે. આજે સૌરાષ્ટ્રના ગોંડલ યાર્ડમાં મધમીઠી કેરીનું આગમન થઇ ચૂક્યું છે.

Image source

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં આઠ દિવસથી કેસર કેરીની આવક ચાલુ છે. કોરોના વાયરસને કારણે તેમજ લોકડાઉન હોવાના કારણે હરાજી તો શરુ નથી થઈ શકી. સરકારે આપેલી છૂટછાટ અનુસાર કેરીનું વેચાણ થઈ રહ્યું છે. હાલ ગોંડલના માર્કેટયાર્ડમાં દરરોજના 250 બોક્સની આવક થઈ રહી છે.લૉકડાઉનના કારણે કેરીની ઓછી આવક થઈ રહી છે પરંતુ કેરીના ભાવ સાડા દસ કિલોના રુપિયા 800થી લઈને 1250 સુધી ચાલી રહ્યાં છે. જોકે, આ કેરી તાત્કાલિક ખાય શકાય એમ નથી. એને થોડા દિવસ પાકવા માટે રાખવી પડે છે

Image source

નોંધનીય છે કે કેસર કેરીનો ગઢ કહેવાતા તાલાળા કરતાં પહેલા ગોંડલ યાર્ડમાં કેરીનું આગમન થયું છે. બીજી તરફ વાતાવરણની અનિશ્ચિતતાને કારણે સીઝન કેટલી ચાલશે એ કહી શકાય એમ નથી. આ સિવાય વલસાડની કેરીની પણ આવક થઈ છે. જે કેસર કરતા સ્વાદ અને ફળમાં અનેક રીતે અલગ પડે છે. જોકે, થોડા દિવસોમાં ફરી વાહનવ્યવહાર શરૂ થશે તો કેરી જુદા જુદા પ્રાંત સુધી પહોંચતી થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.