ખબર

નૂપુરને મૃત સમજીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી, હવે KBCથી જીત્યા આટલા લાખ રૂપિયા

‘જયારે હું પેદા થઇ ત્યારે મારા શરીર પર સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાગી ગયા હતા. એ દરમ્યાન હું રડી નહિ. ડોક્ટરોને લાગ્યું કે હું મરેલી જન્મી છું અને તેઓએ મને કચરાપેટીમાં નાખી દીધી.’ આ શબ્દો છે કોન બનેગા કરોડપતિ (KBC) ની 11મી સીઝનમાં ચોથા એપિસોડમાં હોટસીટ પર બેસેલી નૂપુર ચૌહાણના. ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં બીધાપુરની રહેવાસી નૂપુરનો જન્મ એક ખેડૂત રામકુમાર સિંહના ઘરે થયો હતો. નૂપુર અત્યારે એક પ્લેગ્રૂપમાં બાળકોને ભણાવે છે અને 10માની વિદ્યાર્થીનીઓને મફતમાં શિક્ષણ આપે છે.

Image Source

પોતાના અડધા શરીરના પોલિયોગ્રસ્ત હોવાની દુઃખભરી હકીકત જયારે 29 વર્ષીય નૂપુરે જણાવી તો અમિતાભ બચ્ચન સહીત બધાની જ આંખોમાં આંસુ આવી ગયા. કોન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં ગુરુવારના રોજ પ્રતિસ્પર્ધી નૂપુર ચૌહાણ હોટસીટ પર પહોંચી. નૂપુર ચૌહાણનું નામ આવતાની સાથે જ કેબીસીનો મંચ તાળીઓથી ગુંજી ઉઠ્યો. નૂપુરે 12 સવાલોનો સાચો જવાબ આપીને 12.50 લાખ રૂપિયા જીત્યા.

નૂપુરને એક બીમારી છે, જેને કારણે તે એકલી સરળતાથી ચાલી પણ નથી શકતી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સાચો જવાબ આપનાર એકલી કોન્ટેસ્ટેન્ટ બની ત્યારે તે પોતાના આંસુઓને રોકી શકી નહિ. અમિતાભ બચ્ચન ખુદ તેને લેવા તેની સીટ સુધી ગયા. આ દરમ્યાન તેના ભાઈએ તેને ઉઠાવીને હોટસીટ પર બેસાડી. નૂપુરે કહ્યું, ‘જીવનમાં ચાહે કેટલી પણ તકલીફો હોય, પછી પણ જીવન સુંદર હોય છે.’ નૂપુરે નક્કી કરીને રાખ્યું છે કે એ ક્યારેય પણ વહીલચેર પર નહિ બેસે, ભલે એને કોઈ સ્ટેન્ડ લઈને ચાલવું પડે કે કોઈના સહારે ચાલવું પડે.

Image Source

નૂપુરે કહ્યું, ‘જો હું વહીલચેર પર બેસી ગઈ તો પછી ઉભી નહિ થઇ શકું. એટલે જ નકી કરીને રાખ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી પોતાના દમ પર ચાલીશ, ભલે કોઈનો સહારો લાઉ કે પછી સ્ટેન્ડ લઈને ચાલુ.’ પોતાની દાસ્તાન જણાવતા નૂપુરે કહ્યું, ‘હું પ્રોફેશનથી એક ટીચર છું. મારો કેસ મેડિકલ ટર્મમાં Mixed Cerebral Palsy છે. જેમાં બાળકો પોતાની ઉંમરથી થોડા પાછળ હોય છે, કે પછી તેમના શરીરના કોઈ અંગ કામ નથી કરતા. મારા કેસમાં એ સારું છે કે મારુ મગજ નોર્મલ રીતે કામ કરે છે.’

Image Source

નૂપુરે કહ્યું કે એનો કેસ એટલો ખરાબ થયો ન હતો, જેટલો ડોકટરોની બેદરકારીને કારણે બગાડી ગયો. ‘મારો જન્મ સિઝેરિયનથી થયો હતો. એ વખતે મને સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાગી ગયા. જન્મના સમયે હું રડી નહિ તો ડોકટરે મૃત સમજીને કચરાપેટીમાં નાખી દીધી. ત્યારે મારી નાની અને માસી આવ્યા અને કોઈ કર્મચારીને પૈસા આપીને કહ્યું કે એને કચરાપેટીમાંથી કાઢી લે. મને કાઢવામાં આવી ત્યારે નાનીએ કહ્યું કે એને પીઠ પર મારો, કદાચ જીવી જાય અને ત્યારે જ મને મારતા હું રડી પડી. મને ઓક્સિજનની કમી થઇ ગઈ હતી. એટલે હું ચૂપ હતી, પછી હું 12 કલાક સુધી રડતી રહી. એ વખતે મને ટીટનેસ અને જોન્ડિસનો શિકાર સમજીને ખોટા ઇન્જેક્શન આપવામાં આવ્યા. ડોક્ટરોની ભૂલને કારણે કેસ એટલો બગાડી ગયો કે હું નોર્મલ બાળકોની જેમ ન રહી.’

Image Source

નૂપુરે કહ્યું, ‘હું આ મંચ પર ડોક્ટરોને કહીશ કે પોતાની જવાબદારીઓ સમજે.’ નૂપુરની દાસ્તાન સાંભળીને અમિતાભ બચ્ચન પણ સ્તબ્ધ બની ગયા હતા. તેમને કહ્યું કે તમને કચરાપેટીમાં નાખી દેવું અપરાધ છે. ‘હું તમને શું કહું, સ્તબ્ધ છું. પરંતુ તમારી હિમ્મતના વખાણ કરું છું. હું ઉભા થઈને તમારી બહાદુરી, સંઘર્ષને સલામ કરું છું.’

નૂપુરની માતા કલ્પના સિંહનું કહેવું છે કે નૂપુર વિકલાંગ હોવા છતાં અભ્યાસમાં હંમેશા સારી વિદ્યાર્થી રહી છે. એ ૧૨મામાં મેરીટમાં હતી અને પહેલા જ પ્રયાસમાં બીએડ માટે એનું સિલેક્શન થઇ ગયું હતું. નૂપુરના માતાના જણાવ્યા અનુસાર, નૂપુર હંમેશાથી જ આ શો જોતી હતી અને પ્રતિયોગિઓ કરતા પહેલા એ જવાબ આપી દેતી હતી. એના જવાબ સાચા હોતા હતા. તેની માટે જ તેને કેબીસીમાં આવેદન કરવા કહ્યું હતું. નૂપુર કેબીસીમાંથી 12.50 લાખ રૂપિયા જીતીને ખૂબ જ ખુશ છે.

નૂપુરની માતાનું કહેવું છે કે તેમને નૂપુરના દિવ્યાંગ હોવા માટે ડોક્ટરોને ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. એ કહે છે કે ‘અમે નૂપુરની વિકલાંગતા માટે ડોક્ટરોને દોષ નથી આપતા. આ એની નિયતિ છે. હું કોઈને દોષ નથી આપતી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks