ઘરનો પૂરો હિસાબ-કિતાબ સામાન્ય ગૃહિણીની જેમ રાખે છે કેટરીના, વિક્કી કૌશલે કહ્યુ- પૈસા ક્યાં જાય છે, સામાન શું આવ્યો, બધુ ચેક કરે છે…

વિક્કી કૌશલે કહ્યુ, કેટરીના કૈફ દર અઠવાડિયે રાખે છે ઘરના સ્ટાફ સાથે બજેટ મીટિંગ, પોપકોર્ન લઇને એન્જોય કરે છે એક્ટર

Katrina Holds Weekly Budget Meetings : બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આ દિવસોમાં તેની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને લઇને ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વિક્કી કૌશલે જણાવ્યું કે કેટરિના ઘણીવાર ઘરના સ્ટાફ સાથે બજેટ મીટિંગ કરે છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન વિક્કીએ કેટરિના કૈફ વિશે ઘણી વાતો કરી હતી. તેણે કહ્યું- ‘સૌથી મજાનો અનુભવ એ છે કે જ્યારે કેટરિના દર અઠવાડિયે અથવા દર બીજા અઠવાડિયે ઘરે મીટિંગ કરે છે,

ઘરનો તમામ સ્ટાફ ભેગો કરે છે અને ઘરના તમામ ખર્ચનો હિસાબ માંગે છે. તે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવી રહ્યા છે તેની નોંધ રાખે છે. મને તેની આ વાત બહુ ગમે છે. પરંતુ, જ્યારે આ થાય છે, ત્યારે હું પોપકોર્ન સાથે બેસીને બધું જ માણું છું. વિક્કી કૌશલે કહ્યું કે તે કેટરીનાની તુલનામાં વધુ બચત કરે છે. પણ જ્યારે તેઓ ખરીદી કરવા જાય છે ત્યારે બંને શક્ય તેટલો ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કરે છે.

તેણે કહ્યું- શોપિંગ દરમિયાન કોણ વધુ ખર્ચ કરે છે અને કોણ ઓછો ખર્ચ કરે છે, તે વાસ્તવમાં જે વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે તેના પર નિર્ભર કરે છે. જો કોઇ વસ્તુ મોંઘી હોય અને તેને હું ખરીદવા માંગુ તો કેટરીના કહે છે કે આ આપણા બજેટ બહાર છે, પણ જ્યારે તેને કોઈ વસ્તુ ગમે છે અને તે ખરીદવા માંગે છે, તો હું કહુ છું કે તેના પર આટલો ખર્ચ કેમ કરવો તો તે કહે છે કે ના, મને ગમે છે, મને જોઈએ છે, આમ જ ચાલે છે.

આ દરમિયાન વિક્કીએ એમ પણ કહ્યું હતું કે કેટરીનાએ ઘણી વખત ઘરે બાર લગાવવાની માંગ કરી છે. વિક્કીએ કહ્યું- અમે ફર્નિચરની વાત કરતા રહીએ છીએ. મેડમ (કેટરિના) ઘરે બાર પીસ સેટ કરવા માંગે છે. મેં જોયું કે તેની કિંમત કેટલી હશે અને પ્રાઇસ ટેગ જોઈને હું ચોંકી ગયો. બારનું સેટઅપ એટલું મોંઘું છે કે હું જાતે ટ્રે સાથે ઊભો રહીને ડ્રિંક પીરસી લઉ.

જણાવી દઇએ કે, કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં થયા હતા. અહેવાલો અનુસાર, શાહી લગ્નનો 75% ખર્ચ કેટરીનાએ પોતે ઉઠાવ્યો હતો જ્યારે વિક્કીએ 25% ઉપાડવાની જવાબદારી લીધી હતી. લગ્નમાં કેટરિનાએ આઉટફિટ, ડેકોરેશન, વેડિંગ કાર્ડ, સિક્યોરિટી, મહેમાનોના આવવા અને રહેવા સુધીનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. કેટરિના બોલિવૂડમાં વિક્કીની સિનિયર છે.

કેટરીનાએ 2003માં ફિલ્મ બૂમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષ વિતાવ્યા છે. કેટરીનાની કુલ સંપત્તિ 224 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે લગભગ 11 કરોડ રૂપિયા લે છે. જ્યારે વિક્કીએ 2015માં ફિલ્મ મસાનથી ડેબ્યૂ કર્યું હતું અને તેને ઈન્ડસ્ટ્રીમાં માત્ર 8 જ વર્ષ થયા છે. તે એક ફિલ્મ માટે લગભગ 3-4 કરોડ રૂપિયા લે છે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તેને 2-2.5 કરોડ મળે છે. વિક્કીની નેટવર્થ 25 કરોડ રૂપિયા છે, જે કેટરીનાની નેટવર્થ કરતાં 9 ગણી ઓછી છે.

Shah Jina