સિંપલ સૂટમાં એરપોર્ટ પર સ્પોટ થઇ અનન્યા પાંડે, સાદગી જોઇ ચાહકોનું દિલ ધડકી ઉઠ્યુ
Ananya in salwar suit at airport : બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં આદિત્ય રોય કપૂર સાથે પોતાના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં છે. રૂમર્સ છે કે અનન્યા અને આદિત્ય એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વચ્ચે કેટલાક દિવસ પહેલા અનન્યા પાંડે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી,
જ્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં અનન્યા પાંડે સલવાર સૂટમાં ખૂબ જ સિંપલ લુકમાં જોવા મળી હતી અને આ દરમિયાન તેણ ઘણી સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અનન્યા પાંડેએ સિંપલ સ્લીવલેસ સૂટ સાથે પલાઝો કેરી કર્યો હતો અને આ સાથે તેણે દુપટ્ટો પણ કેરી કર્યો હતો.
આ દરમિયાન તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. અનન્યા પાંડેએ આ આઉટફિટ સાથે બ્રાઉન કલરની હેન્ડબેગ કેરી કરી હતી, જેના પર ક્યૂટ ડિઝાઈન હતી. આ તસવીરમાં અનન્યા પાંડે વચ્ચે-વચ્ચે પેપ્સ માટે પોઝ પણ આપતી જોવા મળી હતી.
અનન્યાની આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઇ. અનન્યા પાંડે આ તસવીરોમાં નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. જો કે અનન્યા મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીની ક્યૂટનેસ જોઈને ફેન્સ પણ તેના દિવાના થઈ ગયા હતા.
અભિનેત્રીનો આ એરપોર્ટ લૂક ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે અનન્યા ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટે રિલીઝ થશે.