દેવો કે દેવ મહાદેવની સુંદર અભિનેત્રીના થયા છૂટાછેડા, દુઃખનો પહાડ તૂટી પડ્યો, જુઓ PHOTOS

Charu-Rajeev Got Divorced : બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ-ભાભી રાજીવ સેન અને ચારુ અસોપા ઘણીવાર પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા સમયથી આ કપલ છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. ત્યારે આજે એટલે કે 8 જૂન, 2023ના રોજ તેમના છૂટાછેડાની અંતિમ સુનાવણી હતી અને હવે તેમણે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. તાજેતરમાં જ રાજીવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચારુ સાથેનો એક ફોટો શેર કરીને છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.

તેણે લખ્યુ- તેઓ હવે સાથે નહીં હોય, પરંતુ હંમેશા તેમની પુત્રીના મમ્મી-પપ્પા રહેશે. 8 જૂન 2023ના રોજ રાજીવ સેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચારુ અસોપા સાથેનો ફોટો શેર કરી આ કેપ્શન લખ્યુ હતુ. આ તસવીરમાં રાજીવ ચારુને પાછળથી ગળે લગાવતો અને બંને હસતાં હસતાં કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન ચારુના ચહેરા પરની ખુશી પણ જોવા જેવી છે.

તસવીર શેર કરી રાજીવે લખ્યુ- અહીં કોઈ ગુડબાય નથી. ભલે બે વ્યક્તિ એકબીજા સાથે કાયમ માટે ન રહી શકે, પ્રેમ હંમેશા રહેશે. અમે હંમેશા અમારી દીકરીના મમ્મી-પપ્પા બન્યા રહીશું.” આ પહેલા ઇ-ટાઇમ્સ સાથે વાતચીતમાં ચારુએ જણાવ્યું હતું કે તેણે કેવી રીતે તેની પુત્રી ઝિયાનાના કો-પેરેન્ટિંગનો રસ્તો શોધી કાઢ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે ઇચ્છતી નથી કે તેની પુત્રી તેના માતાપિતા વચ્ચેના અસંતુષ્ટ સંબંધો વચ્ચે મોટી થાય.

તેણે કહ્યું, “ઝિયાના, રાજીવ અને મારી જવાબદારી છે અને તે અમારું બાળક છે. રાજીવ જ્યારે ઈચ્છે ત્યારે તેને મળી શકે છે. હું હંમેશા કહું છું કે તેની સાથે સમય વિતાવવા માટે તેનું હંમેશા સ્વાગત છે.” ચારુએ એમ પણ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેની પુત્રી તેના માતા-પિતાને એકબીજાનું સન્માન કરતી જોવા મળે.

જણાવી દઈએ કે ચારુ અસોપા અને રાજીવ સેને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 7 જૂન 2019ના રોજ લગ્ન કર્યા હતા, પણ લગ્ન પછી તરત જ તેમની વચ્ચે અણબનાવના સમાચારો સામે આવવા લાગ્યા. જો કે, ઘણી વખત તેઓએ તેમના સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે પ્રયાસ વ્યર્થ ગયો. આખરે બંનેએ 2022ના અંતમાં છૂટાછેડા માટે અરજી કરી અને હવે ચારુ અને રાજીવ તેમની ચોથી લગ્નની એનિવર્સરીના એક દિવસ પછી 8 જૂન 2023ના રોજ ઓફિશિયલ રીતે અલગ થઇ ગયા.

ચારુએ વર્ષ 2021માં એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેઓએ જિયાના રાખ્યુ હતુ. પુત્રીના જન્મના થોડા દિવસો બાદ જ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી. આ પછી વર્ષ 2022માં ચારુએ સોશિયલ મીડિયા દ્વારા પુષ્ટિ કરી કે તે રાજીવને છૂટાછેડા આપવા જઈ રહી છે. ત્યારથી ચારુ અને રાજીવ અલગ રહેવા લાગ્યા.

Shah Jina